
માવલ ચેકપોસ્ટ ઉપર દારૂ ભરેલ કન્ટેનર ઝડપાયું
ગુજરાત -રાજસ્થાન સરહદ ધરાવનાર અમીરગઢ પાસે આવેલી રાજસ્થાનની માવલ પોલીસ ચેકપોસ્ટ પરથી કન્ટેનરમાં મેડિકલના સમાનની આડમાં વિદેશી દારૂ ગુજરાતમાં પ્રવેશે તે પહેલા રાજસ્થાન પોલીસે ઝડપી પાડ્યો છે. જેમાં કન્ટેનર રાજસ્થાન તરફથી દારૂ ભરી ગુજરાતમાં ઘુસે તે પહેલા રાજસ્થાન પોલીસને કન્ટેનર પર શંકા જતા તેને રોકાવી તપાસ કરતા મોટી માત્રામાં દારૂ મળી આવ્યો હતો. જેથી પોલીસે કન્ટેનર સહિત એક ઈસમની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂની ગુજરાતમાં તસ્કરી થઇ રહી છે. ત્યારે રાજસ્થાન પોલિસ માવલ ચેકપોસ્ટ પાસે રૂટિંન ચેકીંગમાં હતી.તે દરમિયાન બાતમી આધારે ત્યાંથી પસાર થતા એક કન્ટેનરને રોકાવી ચાલકની પૂછપરછ કરતા તેમાં મેડિકલ કોલેજનો સામાન હોવાનું જણાવતા પોલીસને શંકા જતા પોલીસે તેને સાઈડમાં કરાવી કન્ટેનરમાં તપાસ કરતા ચાલક પાસેથી સીલ ખોલાવી તેમાં વિદેશી દારૂની પેટીઓ ભરેલ જાેતા પોલીસે ટ્રકના ચાલક ફતેસિંહ ઉદેસિંહ રાજપૂત (રહે. ઉદેપુર રાજસ્થાન) ની અટકાયત કરી પકડાયેલ વિદેશી દારૂની પેટીઓ તેમજ કુલ મુદ્દામાલ વીસ લાખથી વધુનો હતો. જેને કબ્જે કરી કન્ટેનર ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી રાજસ્થાન આબુરોડ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.