
ડીસામાં સામસામે મારામારી અને રિક્ષામાં તોડફોડ થતાં કુલ 7 લોકો સામે ફરિયાદ નોંધાઈ
ડીસા તાલુકાના ગામે આખોલ ગામે રહેતા રોહિતસિંહ રાઠોડ અને શિહોરી તાલુકાના બુકોલી ગામે રહેતા રાહુલ ઠાકોર રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાત ચલાવે છે. તેમજ ગત રાત્રે 11 વાગે આ બંને સમશેરપુરા ગામે વડલા પાસે ઉભા હતા, તે સમયે બંને વચ્ચે રસ્તા બાબતે બોલાચારી થઈ હતી અને બાદમાં ઉશ્કેરાઈ જતાં ટોમી વડે હુમલો કરી ગાડદા પાટુ મારી સામસામે મારામારી થઈ હતી. તેમજ રિક્ષામાં પણ તોડફોડ કરી હતી.
બનાવને પગલે આજુબાજુના લોકોના ટોળેટોળા એકઠાં થયા હતા અને મારામારી કરતા બને પક્ષના લોકો ને છોડાવ્યા હતા. ત્યારબાદ બંને ઈજાગ્રસ્તો ડીસા તાલુકા પોલીસ મથકે પહોંચ્યા હતા. જ્યાં સામસામે કુલ સાત લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. ડીસા તાલુકા પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.