એક કિલો કરતાં ઓછા વજનના બાળકને ૨૬ દિવસ NICU માં રાખી જીવ બચાવ્યો

બનાસકાંઠા
બનાસકાંઠા

થરાદની માધવ મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પીટલનાં પીડિયાટ્રિક ડોકટર હીરાજી ચૌહાણે જણાવ્યું હતું કે થરાદ પાસેના મલુપુર ગામની એક મહિલાએ અધુરા મહિને શ્વાસની તકલીફ વચ્ચે એક કિલો કરતાં પણ ઓછા વજનના બાળકને જન્મ આપ્યો હતો. આથી બાળકના ફેંફસામાં હવાનું પ્રમાણ વધતાં અને એક ફેફસાની બહાર વધારે હવા ભરાઇ જતાં તેને આયુષ્યમાન યોજના અંતર્ગત ૨૬ દિવસ NICU માં રાખવામાં આવ્યું હતું. અને ડૉ અભયસિંહ ચૌહાણ દ્વારા બાળકને નળી નાંખવામાં આવ્યા બાદ ૨૬ દિવસ પછી સફળતાપુર્વક વજનમાં વધારા સાથે સ્વાસ્થયમાં સુધારો થતાં રજા પણ આપવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે સરકારની બાળસખા યોજના બંધ થતા યોજના અંતર્ગત આયુષ્યમાનકાર્ડ યોજનાથી ૧ થી ૩૦ દિવસના બાળકને મફત સારવાર આપવામાં આવે છે. જાે કે જાણકારીને અભાવે ગ્રામિણ વિસ્તારનાં અનેક બાળકોના માતાપિતા તેનો લાભ લઇ શકતા નથી. અને ઘરે જ રેહવાથી ઘણું મોડું થઇ જતું હોય છે. પણ જાે સમયસર હોસ્પીટલમાં અવાય તો તબીબ દ્વારા સાચી માહિતી અને માર્ગદર્શનથી નવજાતને નવજીવન મળી શકતું હોય છે. અત્રે ઉલ્લેખનીય છે કે દર શુક્રવારે હોસ્પીટ દ્વારા તમામ વિભાગના પ્રથમ ૫૦ કેસ (નિઃશુલ્ક) ફી વગર લેવામાં આવે છે. નવજાત બાળકના માતાપિતાએ સરકારની યોજના અને તબીબ તથા સ્ટાફની સેવા માટે આભાર વ્યક્ત કરાયો હતો.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.