અમીરગઢ પાસેની બનાસ નદીમાં પણ ડૂબતા એક બાળકનું મોત નિપજ્યું

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠાની જીવાદોરી ગણાતી બનાસ નદી છેલ્લા ત્રણ દિવસથી બંને કાંઠે વહી રહી છે. જેથી નદીમાં કોઈ ને ન ઉતારવા મટે અમીરગઢ મામલતદાર દ્વારા સાવચેતીના ભાગરૂપે એલર્ટ આપ વામાં આવ્યું છે છતાં પણ લોકોજીવન જોખમે નદીના વહેણમાં ઉતરી રહ્યા હોય છે અને ફરજ પર રહેલ પોલીસ કર્મચારીઓ પણ તેઓને રોકવામાં નિષ્ફળ નીવડી રહ્યા છે આવીજ રીતે અમીરગઢ પાસે બનાસ નદીમાં નાના બાળકો નહાવા માટે પડેલ હતા. જેથી એક દસ વર્ષનો બાળક પાણીમાં ઊંડે સુધી જતા ડૂબી જવાથી મોતને ભેટ્યો હતો. બાળક નદીમાં ડૂબવાના સમાચાર વાયુવેગે પ્રસરતા સ્થાનિક તરવૈયા ઓ દોડી આવ્યા હતા અને ભારે જહેમત બાદ મૃત બાળકને પાણીમાંથી બહાર નીકાળેલ હતો આ ઘટના બાદ પોલીસ ત્યાં આવી હતી અને બાળકની ઓળખ કરતા બાળકના હાથ પર ઉમેશ લખેલ હતું અને તે અમીરગઢનો ન હોવાનું પ્રાથમિક તારણ આવ્યું હતું બાળક જ્યાં ડૂબ્યો હતી તે પથ્થર પરમાછલાં પકડવા માટેની સામગ્રી પડી હતી મરણજનાર બાળકની લાશને પોલીસ દ્વારા પી એમ માટે સરકારી દવાખાનામાં લઈ જવામાં આવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.