ભીલડી પોલીસ સ્ટેશનમાં ફરજ દરમિયાન આકસ્મિક મૃત્યુ પામનાર પોલીસ કર્મચારી પરિવારને ચેક અર્પણ કરાયો

બનાસકાંઠા
બનાસકાંઠા

આજરોજ ભીલડી પોલીસ સ્ટેશનમાં એ.એસ.આઇ તરીકે ફરજ બજાવતા પોલીસ કર્મચારી ધનશ્યામભાઈ બાબુલાલ સુલોદીયા બ.નં.૧૦૨૫ રહે.ડીસા રાપુર સૈની માળી વાસ તા.ડીસા જી.બનાસકાંઠાવાળાનાઓનુ ફરજ દરમ્યાન ગઇ તા-૧૧/૦૨/૨૦૨૩ ના રોજ ભીલડી થી ડીસા કોર્ટ માં તારીખ અર્થે જઈ રહ્યા હતા ત્યારે ઇન્દ્રીરાનગર રેલ્વે પુલ ચડતા ગણેશ માર્બલની સામે હાઇવે રોડ ઉપર ટ્રકની અડફેટે આવતા અકસ્માતમા મોત નિપજેલ જે અકસ્માત બાબતે ભીલડી ભાગ-એ ગુ.ર.નં.૧૧૧૯૫૦૦૮૨૩૦૦૬૪/૨૦૨૩ ઇ.પી.કો. કલમ ૩૦૪(અ), ૨૭૯, તથા એમ.વી.એક્ટ કલમ ૧૭૭, ૧૮૪, ૧૩૪ મુજબનો ગુનો દાખલ કરવામા આવેલ અને તે ગુના બાબતે યોગ્ય કાર્યવાહી કરવામા આવેલ


આજરોજ અક્ષયરાજ મકવાણા પોલીસ અધિક્ષક સાહેબ પાલનપુર બનાસકાંઠા તથા નાયબ પોલીસ અધિક્ષક ડો.કુશલ ઓઝા સાહેબ ડીસા વિભાગ ડીસા તથા શ્રી એ.કે.દેસાઇ પો.સ.ઇ સાહેબ ભીલડી પો.સ્ટે તથા એક્સીસ બેન્કના અધિકારીઓની ઉપસ્થિતીમા એસ.પી.કચેરી પાલનપુર ખાતે મરણ જનારના ધર્મપત્નિ કંચનબેન ધનશ્યામભાઇ બાબુલાલ સુલોદીયા નાઓને અક્ષયરાજ મકવાણા પોલીસ અધિક્ષક સાહેબ નાઓના હસ્તે એક્સીસ બેન્ક તરફથી મલેળ વિમાનો ચેક રૂ.૧,૦૪,૦૦,૦૦૦/- નો તથા બનાસકાંઠા જીલ્લા પોલીસ દ્વારા મળેલ રોકડ સહાય રૂ.૪,૨૫,૦૦૦/- મરણ જનાર પોલીસ કર્મચારીના પરીવારને આપવામા આવેલ.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.