
ડીસાની આદર્શ હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો
ધોરણ 12 પછી વિદ્યાર્થીઓએ કઈ ફેકલ્ટીમાં જવાથી ભવિષ્યમાં તેમને સારી નોકરીની તક અને ઉજ્જવળ ભવિષ્ય બને તે માટે ડીસાની આદર્શ હાઇસ્કુલમાં ધોરણ 12 કોમર્સના વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતુંધોરણ 12 પછી કઈ ફેકલ્ટીમાં જવું તે માટે અનેક વિદ્યાર્થીઓ મૂંઝવણમાં હોય છે. ત્યારે ડીસાની આદર્શ હાઇસ્કુલમાં ધોરણ 12 કોમર્સના વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. હેમીલ શાહ કે જેઓ એચ એમ શાહ ઇન્સ્ટિટ્યૂટ પ્રાઇવેટ લિમિટેડ અમદાવાદના ફાઉન્ડર તેમજ ગુજરાત અને રાજસ્થાનની વિવિધ સંસ્થાઓમાં છેલ્લા 10 વર્ષથી કારકિર્દી માર્ગદર્શન આપે છે. તેમના દ્વારા CA,CS, GPSC, UPSC, MBA., MSC-IT વિશે ખૂબ જ રોચક શૈલીમાં વિસ્તૃત માહિતી આપી હતી.
સૈપ્રથમ શાળાના પ્રધાનાચાર્ય ચિરાગ પંચાલ દ્ઘારા શાબ્દીક સ્વાગત કરવામાં આવ્યું તથા શાળાના મંત્રી હિતેષ અવસ્થી તથા ઉ.માધ્યમિક વિભાગના સુપરવાઈઝર હરેશ પવાયા દ્ઘારા પુસ્તક આપી સનમાન કરવામાં આવ્યું હતુ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડોક્ટર અરવિંદભાઈ દ્ઘારા કરવામાં આવ્યું હતુ.