
પાલનપુર-એગોલો રોડ પર કારમાં અચાનક આગ ભભુકી ઉઠી, આગળનો ભાગ બળીને ખાખ થયો
પાલનપુરના એગોલો રોડ પર એક કારમાં અચાનક આગ લાગી હતી. ગાડીને રોડની સાઈડમાં કરીને કાર ચાલક સહિત સ્થાનિકોએ આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન હાથ ધર્યો હતો. જોકે, આગ વધુ હોવાથી જ્યા સુધીમાં કાબૂમાં આવી ત્યા સુધીમાં ગાડીનો આગળનો ભાગ બળીને ખાખ થઈ ગયો હતો.
ઉનાળાની શરૂઆત થતા જ ગાડીઓમાં આગ લાગવાના બનાવો એક બાદ એક સામે આવી રહ્યા છે. ત્યારે આજે પાલનપુરના એગોલો રોડ પર એક કારમાં અચાનક આગ લાગતા ગાડીને રોડ સાઈડમાં કરી કાર ચાલકે આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન હાથ ધર્યા હતા. જોકે, આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.
જેથી સ્થાનિક લોકોની મદદથી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આગના કારણે કારનો આગળનો ભાગ બળીને ખાખ થયો હતો. થોડા દિવસો અગાઉ પણ મહેસાણાથી એક ટ્રક રાજસ્થાન તરફ જઈ રહ્યું હતું. તે સમય દરમિયાન પાલનપુર-આબુરોડ હાઇવે પર આવેલા અમીરગઢ ગંગાસાગર પાટીયા નજીક ટ્રકમાં અચાનક આગ લાગી ગઈ હતી. જેથી ટ્રક અને સામાન બંને બળીને ખાખ થઈ ગયા હતા. જેના કારણે ટ્રક માલિકને મોટું નુકસાન પહોંચ્યું હતું.