થરાદમાંથી કાંકરેજના ભલગામ જતી વિદેશી દારૂ ભરેલી કાર ઝડપાઇ

બનાસકાંઠા
બનાસકાંઠા

એલસીબી પોલીસે લવાણા(ક) નજીકથી બે શખસોને રાજસ્થાનથી આવતાં ઝડપી લીધા

જીલ્લાની એલસીબી પોલીસના કર્મચારીઓ ભુરાજી, અમરસિંહ તથા દશરથભાઇને થરાદ પોલીસ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન રાજસ્થાનના સાંચોર વિરોલ તરફથી વિદેશી દારૂ ભરીને બેવટાથી કળશ(લવાણા) રોડ તરફ આવનાર હોવાની ખાનગી બાતમી મળી હતી. આથી પોલીસે લવાણા ગોળીયા પાસે વૉચ ગોઠવી કાર નં.જીજે.૦પ.જેએલ.૩૮૧૮ ને અટકાવી તેમાં થી નાસવાનો પ્રયાસ કરતા બે શખસ મોહનલાલ સાવતારામ વિશ્રોઈ (ખિલેરી) રહે. આરવા ભિમગુડા (ગ્રામપંચાયત) તથા નરેશ રામનીવાસ વિશ્નોઈ (કાવા) રહે.હેમાગુડા ડિ.એસ. ઢાની તા.સિતલવાના જી.ઝાલોર (રાજસ્થાન)ને પકડી લીધા હતા. કારમાં તપાસ કરતાં તેમાંથી ૭૦૮ બોટલ કિંમત.રૂ. ૧,૨૬,૯૬૦નો જથ્થો મળી આવ્યો હતો.

પોલીસે કાર તથા મોબાઈલ સાથે કુલ મુદ્દામાલ ૪,૮૬,૯૬૦ નો મુદૃામાલ કબજે લીધો હતો. અને દારૂ આપનાર ગરડાલીના ઠેકાના સંચાલક તથા રાત્રે સાંચોર રૂબરૂ આવીને ઠેકા પર રોકડા પૈસા આપી દારૂ ભરાવનાર કાંકરેજના ભલગામના વિરેન્દ્રસિંહ ઉર્ફે દજુભા હકુભા ઉર્ફે વનરાજસિંહ વાઘેલા સામે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.