ધાનેરા તાલુકાના માલોત્રા ગામના કાપડની દુકાન ચલાવતા વેપારીએ ફાંસોખાઇ આત્મહત્યા કરતાં ચકચાર
ધાનેરા તાલુકાના માલોત્રા ગામના અને વ્યવસાયએ કાપડની દુકાન ચલાવતા વેપારીએ મંગળવારે પોતાની દુકાનમાં દોરડાથી ગળે ફાંસોખાઇ આત્મહત્યા કરી હતી. જેને લઇ ચકચાર મચી ગઈ છે. આ બનાવને લઈ પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી દવાખાને લાવ્યા હતા.જોકે વેપારીએ કયા કારણોસર આપઘાત કર્યો તેનું રહસ્ય હજુ અકબંધ રહ્યું છે.પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ધાનેરા તાલુકાના માલોત્રા ગામના પોપટભાઈ દરજી ધાનેરા શહેરમાં આવેલ ધરણીધર શોપિંગ સેન્ટરમાં પહેલાં માળે પોતાની હાર્દિક સિલેકશન નામની કપડાની દુકાન ચલાવતા હતા. ત્યારે મંગળવારે બપોરનાં સમયે દુકાનમાં પડેલ મોટા ટેબલ પર ચડી પંખા વડે દોરડું બાંધી ગળા ફાંસો ખાઈ પોતાનું જીવન ટુંકાવ્યું હતું. જેને લઈ ચકચાર મચી ગઈ હતી. 45 વર્ષના પોપટભાઈએ અગમ્ય કારણોસર મોતને વહાલું કર્યું છે. પરિવાર અને સમાજમાં ભારે શોક ફેલાયો છે.પોલીસે આપઘાતનું કારણ શોધવા આગળની કાર્યવાહી હાથ ધરી છે.વેપારીના મોતને લઈ સમગ્ર શહેરમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.
Tags Banaskantha Dhanera