અંબાજી આબુરોડ માર્ગ પર દર્શનાર્થીઓ થી ભરેલી બસ નો સર્જાયો અકસ્માત 56 લોકો સવાર હતા,12 જેટલા ઇજાગ્રસ્ત
અંબાજી આબુરોડ માર્ગ પર દર્શનાર્થીઓ થી ભરેલી બસ નો સર્જાયો અકસ્માત, વળાંક મા સ્ટેરીંગ પર થી કાબૂ ગુમાવતા ખાનગી બસ નદી મા ખાબકી,બસ મા 56 લોકો સવાર હતા,12 જેટલા ઇજાગ્રસ્તો ને હોસ્પિટલ ખસેડાયા
આજે બપોર બાદ અંબાજી આબુરોડ હાઇવે માર્ગ વચ્ચે એક ખાનગી બસનો અકસ્માત સર્જાયો હતો. અંબાજી થી આબુરોડ જતા માર્ગ પહાડી અને ઢલાંગ વાળો હોવાના લીધે આ માર્ગ પર વારંવાર અકસ્માતો બનતા હોય છે. તો સાથે સાથે અનેકો વળાંક પણ આ માર્ગ પર આવેલા છે. બેફામ ચાલતા વાહનો અને વાહનો માં ખામી હોવાના લીધે પણ અમુક અકસ્માતો સર્જાતા હોય છે. ત્યારે આજે અંબાજી થી આબુરોડ જતા માર્ગ પર સુરપગલા નજીક આવેલા વળાંક માં એક ખાનગી બસ ના સ્ટેરીંગ પર થી કાબુ ગુમાવતા બસ નદીમાં ખાબકી હતી.
અંબાજી પાસે બસ નો અકસ્માત સર્જાતા બસ નદી મા ખાબકી હતી આ બસ મા 55 થી વધુ યાત્રિકો સવાર હતા. અંબાજી થી આબુરોડ માર્ગ પર સુરપગલાં નજીક આ ઘટના બની હતી. ધટના ની જાણ થતાં આબુરોડ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. તો સાથે આબુરોડ મામલતદાર પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. આ બસ મા 55 થી વધુ મુસાફરો સવાર હતા. જેમાં થી બાર જેટલા લોકો ઘાયલ થયા હતા.
રણુજા થી દર્શન કરીને ભક્તો ગુજરાત તરફ જતા હતા ત્યારે આ બનાવ બન્યો હતો. આ જગ્યા પર સતત ચોથો અકસ્માત નો બનાવ બન્યો છે. અગાઉ એક બસ અને બે ટ્રક પણ નદીમાં ખાબક્યા હતા. આ અકસ્માત થતા રાજસ્થાન પોલીસ જવાનો ની સુંદર કામગીરી જોવા મલી હતી. ચાલુ વરસાદમાં નદીમાં ઉતરીને લોકોના જીવ બચાવ્યા હતા. ગુજરાત ના દેરોલ ના ભક્તો ત્રણ દિવસની યાત્રા ઉપર રાજસ્થાન રણુજા નીકળ્યા હતા ત્યારે પરત આવતા આબુરોડ અંબાજી વચ્ચે આ અકસ્માત થયો હતો. આ અકસ્માત મા મોટી જાનહાનિ ટળી હતી.