
વડગામના સલેમકોટ ગામમાં ઉભેલું ડાલું અચાનક દોડવા લાગતા દોડધામ
વડગામના સલેમકોટ ગામે એક ડ્રાઇવર વગર ઉભેલું પીકઅપ ડાલું અચાનક રિવર્સમાં દોડવા લાગતા દોડધામ મચી ગઈ હતી. ડાલા પર ઉભેલો યુવક કૂદી જતા તેનો આબાદ બચાવ થયો હતો. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.સલેમકોટ ગામમાં એક પીકઅપ ડાલુ ગામમાં આવેલી દુકાન પર માલ સામાન આપવા માટે આવેલું હતું. જે સમયે ડ્રાઇવર અને તેમની સાથે આવેલ યુવક દુકાન ઉપર માલ સામાન આપવા માટે નીચે ઉતરી માલ સામાન આપી રહ્યા હતા.તે સમયે દુકાન આગળ ઉભેલ પીકઅપ ડાલુ અચાનક રિવર્સમાં દોડવા લાગ્યું હતું. આ સમયે ઉપર ઉભેલો એક યુવક કૂદકો મારીને નીચે ઉતરી ગયો હતો. તો અન્ય લોકો દોડી જઈ વાહનને રોકવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ રોકાયું ન હતું અને ૧૦૦ મીટર કરતા વધુ દૂર જતું રહ્યું હતું. સદનસીબે રસ્તા પરથી કોઈ વાહન પસાર થઈ રહ્યું ન હોવાના કારણે અકસ્માત થતા અટક્યો હતો.