છાપીમાં ભાડાની દુકાનમાં ડીગ્રી વગર ખાનગી દવાખાનું ચલાવતો બોગસ ડોક્ટર ઝબ્બે

બનાસકાંઠા
બનાસકાંઠા

કોરોના મહામારીમાં બનાસકાંઠા જીલ્લામાં બોગસ ડોક્ટરોનો રાફડો ફાટ્યો હોય તેમ વધુ એક ઇસમ ઝડપાયો છે. છાપી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોઇ ચોક્કસ બાતમી આધારે વડગામ તાલુકાના ગામે રેઇડ કરી હતી. જ્યાં ગામમાં દુકાન ભાડે રાખી ઇસમ ખાનગી દવાખાનું ચલાવતો હોવાનું ખુલ્યુ છે. આ સાથે તેની પાસે તબીબી પ્રેક્ટિસનું કોઇપણ સર્ટીફીકેટ કે ડીગ્રી ન હોવા છતાં તે લોકોને દવા તથા ઇન્જેક્શન આપી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતો હોવાનું સામે આવ્યુ છે. સમગ્ર મામલે છાપી પોલીસે ઇસમને ઝડપી પાડી તેની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બનાસકાંઠા SP તરૂણ દુગ્ગલે જીલ્લામાં બોગસ ડોક્ટરો સામે કાર્યવાહી કરવા સુચના આપેલ છે. જે અનુસંધાને છાપી PSIઇ એસ.ડી.ચૌધરી સહિતની પેટ્રોલિંગમાં હતી. આ દરમ્યાન ચોક્કસ બાતમી મળેલ કે, વડગામ તાલુકાના રજોસણા ગામે અમન મેડીકલ એન્ડ પ્રોવિઝન સ્ટોર નામની દુકાનમાં તાસુફ ઐયુબભાઇ માંકણોજીયા કોઇપણ પ્રકારની ડીગ્રી વગર ખાનગી દવાખાનુ ચલાવી પ્રેક્ટિસ કરે છે. જેથી તાત્કાલિક છાપી PHCના મેડીકલ ઓફીસર અને ફાર્માસિસ્ટ સહિતનાને સાથે રાખી પંચો સાથે રેઇડ કરી હતી. જ્યાં તાસુફને ઝડપી પુછપરછ કરતાં તેની પાસે તબીબી પ્રેક્ટીસનું કોઇ સર્ટીફીકેટ કે ડીગ્રી નહીં હોવાનું ખુલ્યુ હતુ.

બનાસકાંઠા જીલ્લામાં બોગસ ડોક્ટરોનો રાફટો ફાટ્યો હોય તેમ મોડીસાંજે વધુ એક બોગસ ડોક્ટર ઝડપાયો છે. છાપી PSIની ટીમે ચોક્કસ બાતમી આધારે કરેલ કાર્યવાહીમાં દવાઓ અને મેડીકલ સાધનો સહિત કુલ કિ.રૂ.5,894નો મુદ્દામાલ જપ્ત કરાયો છે. આ સાથે ઇસમને ઝડપી પાડી તેની સામે છાપી પોલીસ મથકે આઇપીસી 419, 336 અને ધી ગુજરાત મેડીકલ પ્રેક્ટિસ એક્ટની કલમ 30, 35 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.