થરાદની મુખ્ય કેનાલમાંથી તરતો મૃતદેહ મળી આવતાં ચકચાર મચી, બહાર નીકળી વાલીવારસોને સોંપ્યો

બનાસકાંઠા
બનાસકાંઠા

થરાદ પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં તરતો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. મહાજનપુરા પુલ પાસેથી ફાયર ટીમે તરતો યુવકનો મૃતદેહ બહાર નીકળી વાલીવારસોને સોંપ્યો હતો. બનાવને પગલે કેનાલ પર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.

બનાસકાંઠા જિલ્લાના સરહદી પંથકમાંથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલ મોતની કેનાલ બની ગઇ છે. જેમાં અવારનવાર લોકો ઝંપલાવી મોતને વહાલું કરતાં હોય છે. ત્યારે આજ મહાજનપુરા પુલ નજીક કોઇ તરતો મૃતદેહ જતો હોવાની જાણ ફાયર ટીમને કરતા ફાયર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યો હતો.

ફાયર ઓફિસર જણાવ્યું હતું કે, આજરોજ સવારે મહાજનપુરા પુલ નજીક કોઇ મૃતદેહ તરતો કેનાલમાં જતા હોવાનો કોલ આવતા અમે અમારી ટીમ સાથે મહાજનપુરા મુખ્ય કેનાલ પર પહોંચી કેનાલમાં ઝંપલાવી મહામુસીબતે મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો અને તેના વાલીવારસોને સોંપવામાં આવ્યો હતો. જે મૃતક યુવક થરાદની ચામુંડા નગર સોસાયટીનો હોવાનું જાણવા મળ્યું હતું. બનાવને પગલે કેનાલ પર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.