દાંતા તાલુકાના ખાઈવાડ નજીક સળગતી હાલતમાં બાઈક મળ્યું

બનાસકાંઠા
બનાસકાંઠા

દાંતા તાલુકાની ગણતરી બનાસકાંઠા જિલ્લાના પછાત તાલુકા તરીકે થાય છે. અંતરિયાળ વિસ્તાર ધરાવતા દાંતા તાલુકામાં મોટાભાગની વસ્તી આદિવાસી જનજાતિ છે. દાંતા તાલુકામાં વસવાટ કરતા લોકોનો મુખ્ય વ્યવસાય ખેતીવાડી અને પશુપાલન છે. દાંતા તાલુકામાં અનેક અસામાજિક તત્વોને લઈ અવનવી ઘટનાઓ સામે આવતી હોય છે. આજે દાંતા તાલુકામાં સળગતી બાઈકની એક ઘટના સામે આવી છે. જેમાં બાઈક આગમાં સ્વાહા થઈ ગયું હતું. દાંતા તાલુકામાં આવેલા ખાઈવાડ ગામના ટર્નિંગમાં સળગતી હાલતમાં બાઈક મળી આવી. આ બાઈકમાં આગ કયા કારણોસર લાગી તે હજી અકબંધ છે. આજે બિનવારસી હાલતમાં સળગતી બાઈક મળી આવી છે. દાંતાના ખાઈવાડ ગામના બોર્ડ નજીક આગ લાગતી બાઈક મળી આવતાની ઘટના બનતા સળગતી બાઇકને જોઈ ઘટના સ્થળે લોકોના ટોળેટોળા એકઠા થયા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.