
વાવની બનાસ બેંકમાંથી રૂપિયા ૧૫ લાખ ભરેલા થેલાની ઉઠાંતરી
બનાસકાંઠા જિલ્લાના સરહદી વાવ ખાતે આવેલી બનાસ બેન્કમાં સુઇગામ તાલુકાના કાણોઠી ગામના સેવા સહકારી મંડળીના મંત્રી ખેડૂતોના રૂપિયા ૧૫ લાખ જમા કરાવવા આવેલ હતા.જાેકે બેન્કમાં ધિરાણ ચાલુ હોઈ વધુ પડતી ભીડ હતી.જેથી આ મંત્રીની પાછળ કોઈ બે અજાણ્યા શખ્સો વહેલી સવારથી રેકી કરી આગળ પાછળ ફરી રહ્યા હતા.દરમ્યાન મંત્રી થેલો મૂકી પાણી પીવા જતાં આ થેલો બે શખ્સો ઉઠાંતરી કરી ગયા હોવાનું ચર્ચાસ્પદ બન્યું છે.આ બાબતની પોલિસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી સીસીટીવી ફુટેઝના આધારે તપાસ હાથ ધરી છે.જાેકે ૧૫ લાખ ભરેલો થેલો રેઢિયાળ મૂકી મંત્રી પાણી પીવા જાય તે મુદ્દે પણ અનેક સવાલો ચર્ચાસ્પદ બન્યા છે.વધુમાં બનાસ બેન્કના સીસીટીવી ફુટેઝના આધારે ગુનેગાર ગણતરીના કલાકોમાં બહાર આવી શકે છે.ત્યારે આ મુદ્દે પોલીસ વધુ સક્રિય બની તપાસને વેગ આપે તો ઉઠાંતરીનો ભેદ ઉકેલાઈ શકે તેમ છે.