ટ્રેનની અડફેટે 60 વર્ષિય વૃદ્ધાનું કમકમાટી ભર્યું મોત : પોલીસે અકસ્માતે ગુનો નોંધી વધુ તપાસ હાથ
પાલનપુરના કરજોડા નજીક ટ્રેનની અડફેટે શનિવારે 60 વર્ષિય વૃદ્ધાનું કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. અજાણી વૃદ્ધાની લાશની ઓળખ ન થતાં પાલનપુર સિવિલ હોસ્પિટલનાં કોલ્ડ રૂમમાં રાખવામાં આવી છે.
પાલનપુરના કરજોડા નજીક રેલવે લાઈન ઉપર શનિવારે કોઈ અજાણી વૃદ્ધા ટ્રેનની અડફેટમાં આવી જતા કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. રેલવે પોલીસને જાણ થતાં ઘટના સ્થળે પહોંચી વૃદ્ધાની લાશને પાલનપુર સિવિલના કોલ્ડ રૂમમાં રાખવામાં આવી હતી. રેલવે પોલીસે જણાવ્યું હતું કે, કરજોડા નજીક કોઈ ટ્રેનની અડફેટમાં કોઈ અજાણી વૃદ્ધા આવી જતા તેના માથાના ભાગે ગંભીર ઈજા થતાં તેનું મોત નિપજ્યું હતું.
આ વૃદ્ધાની ઉંમર આશરે 60 તેમજ ઊંચાઈ 5 ફૂટ 5 ઇંચ, પાતળા બાધાની, માથે સફેદ વાળ તેમજ સફેદ કલરનું ટી શર્ટ, કમરે પીળા કલરનો ચણીયો, લાલ લીલા કલરની સાડી પહેરેલી હતી. પોલીસે અકસ્માતે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. જો કોઈ તેનો વાલી વારસો હોય તેને પાલનપુર રેલવે પોલીસનો સંપર્ક કરવાનું જણાવ્યું હતું.