લાખણી માર્કેટયાર્ડના સંચાલક મંડળની ચૂંટણીમાં 85 ફોર્મ ભરાયા
ફોર્મની ચકાસણી બાદ 9 સપ્ટેમ્બરે ફોર્મ પરત ખેંચવાની મુદત: લાખણી માર્કેટયાર્ડના સંચાલક મંડળની ચૂંટણીના ફોર્મ ભરાવાના આજના દિવસે ખેડૂત વિભાગમાં 75 અને વેપારી વિભાગમાં 10 મળી કુલ 85 ફોર્મ ભરાયા હતા.
ડીસામાંથી વિભાજન બાદ અસ્તિત્વમાં આવેલ લાખણી માર્કેટયાર્ડના સંચાલક મંડળની ગત ડિસેમ્બર માસમાં રદ કરાયેલી ચૂંટણી ફરી યોજાઈ રહી છે. જેમાં ખેડૂત વિભાગની 10, વેપારી વિભાગની 4 અને સહકારી ખરીદ- વેચાણ વિભાગની 2 મળી કુલ 16 ડિરેક્ટરોની ચૂંટણી યોજાનાર છે.
જેમાં ફોર્મ ભરવાના પ્રથમ દિવસે ખેડૂત વિભાગમાં 75 અને વેપારી વિભાગમાં 10 મળી 85 ફોર્મ ભરાયા હતા.હવે આજે 6 સપ્ટેમ્બરે ભરાયેલ ઉમેદવારી ફોર્મની ચકાસણી થશે.ત્યારબાદ 9 સપ્ટેમ્બરે ફોર્મ પરત ખેંચાયા બાદ ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થશે.