બનાસકાંઠામાં ૮૦૦ આરોગ્યકર્મી અચોક્કસ મુદતની હડતાળના માર્ગે

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લામાં એક તરફ તલાટીની અચોક્કસ મુદતની હડતાલ ચાલી રહી છે. જે વચ્ચે જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા ૮૦૦ ઉપરાંતના આરોગ્ય કર્મચારીઓ પણ પોતાની પડતર માંગણીઓને લઈને અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી જતા હાલ વરસાદી માહોલમાં રોગચાળાને લઈ લોકો મુશ્કેલીમાં મુકાઈ જવા પામ્યા છે. રાજ્યમાં આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર અને ફિમેલ હેલ્થ વર્કર માટે ૧૯૦૦ નો ગ્રેડ-પે વધારીને ૨૮૦૦ કરવો, પ્રાઇવેટ ટ્રાવેલિંગ એલાઉન્સ અને કોરોના સમયે કેર સેન્ટરમાં ફરજ બજાવી હતી તેનું અલગથી મહેનતાણું આપવું જેવીમાંગણીઓ ને આરોગ્ય કર્મીઓ દ્રારા અવાર નવાર સરકારમાં રજૂઆતો કરવામાં આવી હતી. પરંતુ સરકાર દ્રારા આ માંગણીઓ સંતોષવામાં ના આવતા અગાઉ આવેદનપત્ર તેમજ હડતાલો યોજી હતી. અને મુખ્યમંત્રી તેમજ આરોગ્ય મંત્રીને રજુઆત કરવા છતાં પરિણામ ન મળતા આખરે આરોગ્ય કર્મચારીઓના પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવવા બનાસકાંઠા જિલ્લાના ૧૪ તાલુકાના ૮૦૦ ઉપ રાંત મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, ફિમેલ હેલ્થ વર્કર, મલ્ટી પર્પઝ હેલ્થ
સુપરવાઇઝર, ફિમેલ હેલ્થ સુપ રવાઇઝર, ટીએસએસ, ટીએચવી અને જિલ્લાના સુપરવાઇઝર તમામ કેડરના કર્મચારીઓ સોમવારથી
સામુહિક રીતે અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી જતા જિલ્લાની આરોગ્ય સેવા કથળી જતા હાલના રોગચાળા ના સમયે લોકો મુશ્-
કેલીમાં મુકાયા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.