અમીરગઢ ખાતે ૭૫ મા વન મહોત્સવની ઉજવણી કરાઇ : વૃક્ષો ધરતીના આભૂષણ અને પ્રકૃતિના પ્રાણ તત્વ

બનાસકાંઠા
બનાસકાંઠા

વૃક્ષો ધરતીના આભૂષણ અને પ્રકૃતિના પ્રાણ તત્વ છે : સરકારી વિનયન કોલેજ, અમીરગઢ ખાતે આજરોજ  જિલ્લાકક્ષાના ૭૫ મા વન મહોત્સવની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શંકરભાઈ ચૌધરીએ ઉપસ્થિત સૌ નાગરિકોને વન મહોત્સવની શુભેચ્છાઓ પાઠવતાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ‘એક પેડ માં કે નામ’ અનોખી પહેલનો પ્રારંભ કરાવી પર્યાવરણનું જતન અને સંરક્ષણ કરવા અનુરોધ કર્યો હતો.

પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતા આપણા બનાસકાંઠા જિલ્લાની સુંદરતાને ટકાવી રાખવા અને તેમાં વધારો કરવા માટે સૌએ જવાબદાર બનીને વધુમાં વધુ વૃક્ષો વાવવા જોઈએ. આવનારી પેઢીને સ્વસ્થ અને શુદ્ધ વાતાવરણ પુરું પાડવા માટે પર્યાવરણનું સંતુલન જાળવવું આપણા સૌની ફરજ છે. વૃક્ષો મનુષ્ય જાત અને સમગ્ર ઇકો સિસ્ટમને જીવંત રાખવાનું કામ કરે છે, જે આપણને જીવાડે છે, એવાં ઝાડવાંને આપણે જીવાડવાં પડશે. વન વિભાગ આપણા વતી વનોનું રક્ષણ કરે છે, આપણા હિત અને ભલા માટે કામ કરતા વન વિભાગને સહયોગ આપવો જોઈએ. જે વૃક્ષ વાવે છે એ ક્યારેય વૃક્ષ ને કાપતો નથી. આપણી સંસ્કૃતિમાં છોડમાં રણછોડ કહ્યું છે. જમીનની ફળદ્રુપતા ટકાવી રાખવાનું, વરસાદ ખેંચી લાવવાનું અને આપણને ઓકિસજન આપવાનું કામ વૃક્ષો કરે છે. આપણું સમગ્ર જીવન જનમથી મરણ સુધી વૃક્ષો પર આધારિત છે. ત્યારે આપણી જવાબદારી બને છે કે, આપણે વૃક્ષોનું અને વન્યજીવોનું રક્ષણ કરીએ.

વધુમાં શંકરભાઈ ચૌધરીએ બનાસની ભૂમિને ચંદનની ભૂમિ બનાવવા ચંદનની ખેતી અપનાવવા અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, દીકરીના નામે ડિપોઝિટ મૂકી હોય એમ માનીને ચંદનનું ઝાડ વાવજો. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ‘એક પેડ માં કે નામ’ અભિયાનન શરૂ કરાયું છે. ત્યારે દરેક નાગરિક પોતાની મા માટે આ કામ કરે અને ઓછામાં ઓછું એક વૃક્ષ વાવે એવી વિનંતી કરી હતી. તેમજ ખેતરે, શેઢે, આંગણામાં, શાળામાં, મંદિર પરિસર, સ્મશાન ભૂમિમાં વૃક્ષો વાવવાનો હરિયાળો સંકલ્પ લેવા જણાવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.