દીઓદર વિધાનસભા મત વિસ્તારમાં ૭૪.૦ર ટકા મતદાન

ચૂંટણી 2022
ચૂંટણી 2022

ગુજરાતમાં બીજા તબક્કામાં ૯૩ સીટો માટે ની યોજાયેલ ચુંટણી માં ૧૪,દીઓદર વિધાનસભા મત વિસ્તારમાં આજરોજ યોજાયેલા મતદાનમાં ૭૪.૦ર ટકા મતદાન થવા પામેલ. દીઓદર વિધાનસભા મત વિસ્તારના નાની ઘરનાળ મધ્યે કોરોના પોઝીટીવ પેશન્ટ બાબુલાલ એમ.દેસાઈ એ પીપીઈ કીટ પહેરી સાંજે ૪-૩૦ કલાકે મતદાન કરેલ. દીઓદર શાળા નં.૪ ના બુથપર ૧૦૦ વર્ષ ઉપરના શતાયુ મતદાર ગનીબેને લાકડીના ટેકા સાથે પૌત્ર ના સહારે મતદાન કરેલ. સરદારપુરા(ર.) ના ૮૦ વર્ષની વય વટાવી ચુકેલા કેડમાંથી વાંકા વળી ગયેલા શીવરામભાઈ ઠક્કરે પરિવારના સહયોગથી મતદાન કરેલ. દીઓદર વિધાનસભા મત વિસ્તારમાં ૯૦ ટકા ઉપરાંત થયેલ મતદાનમાં નરાણા, માનપુરા, કુંવારવા, સાલપુરા, ભગવાનપુરા, ડેરા, મોજરૂજના-૧, ડેકા, સેસણજુના, માણકી-૧ બુથોનો સમાવેશ થવા પામેલ. જ્યરે ૮૦ થી ૯૦ ટકા સુધીમાં ૧૦૮ બુથોમાં થવા પામેલ. જ્યારે ૯૪ બુથોમાં ૭૦ થી ૮૦ ટકા મતદાન થવા પામેલ. ૬૦ થી ૭૦ ટકા મતદાન પ૮ બુથોમાં થવા પામેલ. દીઓદર વિધાનસભા મત વિસ્તારના ૧,૩૩,૦૩૩ પુરૂષ મતદારો માંથી ૧,૦ર,૦૯૮ મતદારોએ મતદાન કરેલ. જ્યારે ૧,ર૦,૧પ૪ સ્ત્રી મતદારો પૈકી ૮પ૩૧૬ સ્ત્રી મતદારોએ મતદાન કરેલ. આમ કુલ ર,પ૩,૧૮૭ મતદારો પૈકી ૧,૮૭,૪૧૪ મતદારોએ મતદાન કરતાં ૭૪.૦ર ટકા મતદાન થવા પામેલ.દીઓદર પ્રાંત અધિકારી વી.એન.સરવૈયાની આગેવાની હેઠળ દીઓદર વિધાનસભા મત વિસ્તારની ચુંટણી ટીમે યશસ્વી કામગીરી બજાવેલ. જેને સૌએ આવકારેલ. તેમના વડપણ હેઠળ દીઓદર મામલતદાર એન.બી.દેસાઈ, લાખણી મામલતદાર એમ.ડી.ગોહિલ ના સુંદર આયોજન થકી તેમની ટીમના નાયબ મામલતદા એન.બી.ગઢવી, મહેશભાઈ માળી, એમ.કે.પટેલ, બીપીનભાઈ પરમાર સહિત શિક્ષકગણ માંથી શ્રેષ્ઠ શિક્ષક જામાભાઈ પટેલ, કરશનભાઈ રાજપુત, શીતલભાઈ ત્રિવેદી, સોમાભાઈ જાેષી સહિતની ટીમે સુંદર સેવા આપેલ.તેમજ દીઓદરના પોલીસ તંત્ર એ પણ ચુંટણી દરમ્યાન ડીવાયએસપી ડી.ટી.ગોહિલ માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ.એચ.પી.દેસાઈ ની ટીમે સુંદર કામગીરી કોઈપણ પ્રકારનો અનિચ્છનિય બનાવ બનવા પામેલ નથી. અને વિધાનસભા મત વિસ્તારમાં શાંતિમય વાતાવરણ ચુંટણી સંપન્ન થયેલ.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.