વર્લ્ડકપની ફાઇનલ મેચને લઇ અમદાવાદ આવતી ફ્લાઇટના ભાવમાં ૭ ગણો વધારો, જાણો ભાડામાં કેટલો કરાયો વધારો?

બનાસકાંઠા
બનાસકાંઠા

અમદાવાદ ખાતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારા વર્લ્ડ કપની ફાઈનલ મેચ રમાવાની છે. ત્યારે ફાઈનલ મેચને લઈ અમદાવાદમાં ક્રિકેટ રસીકોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે ૧૯ નવેમ્બરે અમદાવાદમાં વર્લ્ડકપની ફાઇનલ મેચને લઈ અમદાવાદ માટેની ફ્લાઇટના ભાવ આસમાને પહોંચ્યા છે. અમદાવાદ આવતી ફ્લાઇટના ભાવમાં ૭ગણો વધારો થતાં ક્રિકેટ રસિકોના ખિસ્સા પર સિધી અસર થઈ રહી છે.

ફ્લાઇટના ભાવમાં ચાર ગણો વધારો
વિશ્વભરથી ક્રિકેટના રસિકો અમદાવાદ આવી રહ્યા છે. ડોમેસ્ટિક ફ્લાઇટમાં ૮ ગણા અને ઇન્ટરનેશનલ ફ્લાઇટના ભાવમાં ચાર ગણો વધારો થયો છે. અમદાવાદ શહેરની તમામ હોટેલના ભાવ પણ આસમાને પહોંચી ગયા છે. મુંબઈ, હૈદરાબાદ ચેન્નઈથી અમદાવાદ આવતી તમામ ફ્લાઈટમાં ભાવમાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે. જો કે, વાત કરવામાં આવે દિલ્હીથી અમદાવાદ સુધી સામાન્ય દિવસોમાં ફ્લાઇટ્સ ટિકિટની કિંમત ૩ થી૫ હજાર રૂપિયા હોય છે જ્યારે ૧૯ નવેમ્બરની ટિકિટમાં ૨૫ હજાર રૂપિયા થઇ છે. મુંબઇથી અમદાવાદની ફ્લાઇટ ટિકિટની કિંમત ૨૭૦૦૦, બેંગલુરુથી અમદાવાદ સામાન્ય રીતે ૫થી૮ હજાર હોય છે જ્યારે મેચના દિવસની વાત કરવામાં આવે તો ૨૮,૦૦૦ પહોંચી છે.

હોટલો પણ હાઉસફૂલ
જો કે, વાત કરવામાં આવે ઇન્ટરનેશનલ ફ્લાઈટની તેમાં ફૂલ ભરપેટ વધારો જોવા મળી રહ્યો છે. ફાઇનલ મેચના દિવસે કેનેડાની ફ્લાઇટ્સની ટિકિટ એક લાખથી ૧.૮૦ હજાર પહોંચી છે. જો કે, આમ દિવસોમાં માત્ર ૫૦ હજારથી એક લાખ રૂપિયા માંડ હોય છે. અમેરિકાથી અમદાવાદની ફ્લાઇટની વાત કરીએ તો કિંમત ૧ લાખથી ૨ લાખ અને ન્યૂઝિલેન્ડથી અમદાવાદની ફ્લાઇટ્સની ટિકિટની કિંમત ૮૦ થી ૧.૪૦ લાખ સુધી પહોંચી છે. જો કે, આની સિધી અસર ક્રિકેટ રસીકોના ખિસ્સા પર પડી રહી છે. જો કે, બીજી મહત્વપૂર્ણ વાત કરવામાં આવે તો અમદાવાદ સહિત આજુ બાજુ શહેરની હોટલો પણ પેક થઈ ગઈ છે.

ફાઈનલ મેચ પહેલા એરફોર્સના વિમાનો બતાવશે દિલધડક કરતબ
૧૯ નવેમ્બરનાં રોજ અમદાવાદનાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાનાર વર્લ્ડ કપની ફાઈનલ મેચને લઈ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. અમદાવાદ ખાતે ફાઈનલ મેચ પહેલા એરફોર્સની સૂર્યકિરણ ટીમ તેનું પર્ફોર્મન્સ બતાવશે. અમદાવાદમાં એરફોર્સ દ્વારા ફાઈનલમાં પર્ફોર્મન્સને લઈ પ્રેક્ટિસ શરૂ કરવામાં આવી છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પરથી એરફોર્સનાં વિમાનો દિલધડક કરતબ બતાવશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.