ડીસામાં ધુળીયાકોટ વિસ્તારમાં જુગાર રમતા 7 શખ્સો ઝડપાયા
બકરી ઈદ નિમિત્તે ડીસા શહેરમાં પોલીસ સતત પેટ્રોલિંગમાં હતી અને ડીસા શહેર ઉત્તર પોલીસની એક ટીમ ધૂળિયાકોટ વિસ્તારમાં હતી. તે સમયે કેટલાક શખ્સો જાહેરમાં જુગાર રમતા હોવાની માહિતી મળી હતી. જેથી પોલીસની ટીમ સોનેશ્વર કોલ્ડ સ્ટોરેજ પાસે પહોંચતા ખુલ્લામાં કેટલાક શખ્સો કુંડાળું કરી જુગાર રમતા હતા. જેથી પોલીસે જાહેરમાં જુગાર રમતા સાત શખ્સોને ઝડપી પાડયા હતા.પોલીસે જાહેરમાં જુગાર રમતા 7 શખ્સોને જુગારના સાહિત્ય અને રોકડ સાથે અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.