
બનાસકાંઠામાં ધોરણ 10નું 66.62 ટકા પરિણામ, 261 છાત્રોએ A1 ગ્રેડ મેળ્યો, સૌથી વધુ પરિણામ કુંભારિયા કેન્દ્રનું
બનાસકાંઠા જિલ્લા 60 કેન્દ્રમાં 38731 વિદ્યાર્થીઓ નોંધાયા હતા જેમાંથી 38480 વિદ્યાર્થીઓ એ પરીક્ષા આપી હતી. જેમાં અંબાજીમાં 81.06, ડીસામાં 65.51, પાલનપુરમાં 84.95, થરાદમાં 60.53, વડગામમાં 77.99, થરામાં 69.63, ભાભરમાં 54.91, દિયોદરમાં 72.61, ધાનેરામાં 68.53, છાપીમાં 56.38, દાતામાં 64.42, વાવમાં 51.81, મેમદપુરમાં 58.28, શિહોરીમાં 63.15, અમીરગઢમાં 45.80, ચંડીસરમાં 73.44, ગઢમાં 64.97, માલણમાં 61.97, કાણોદરમાં 62.97, સનાલીમાં 62.25, પાથાવાડામાં 76.03, સુઈગામમાં 46.26, ટાકરવાડામાં 64.41, ગોળામાં 88.39, નવાવાસમાં 85.60, રામપુરામાં 76.94, તડાવમાં 61.51, સરદાર કૃષિનગરમાં 52.21, લાખણીમાં 62.65, નારોલીમાં 53.13, ટેટોડામાં 75.00, જડિયામાં 59.43, લવાણામાં 70.21, તીર્થગામમાં 44.60, જુનાડીસામાં 69.89, સોનીમાં 56.88, ભીલડીમાં 57.40, ગંગોલમાં 70.23, ટુંડિયામાં 77.22, કુવારસીમાં 64.72, માલગઢમાં 51.43, હડાદમાં 65.79, પીલુચામાં 86.50, ખોડામાં 58.79, ઈકબાલગઢમાં 64.24, કોટડામાં 71.93, કંબોઈમાં 55.23, ઉનમાં 50.18, રાજપુરમાં 78.60, ચીભડામાં 54.29, બાપલામાં 73.48, ખોરડામાં 55.43, સમોમોટામાં 60.75, થેરવાડામાં 63.40, સપરેડામાં 78.04, જેગોલમાં 53.85, વગડાચાંમાં 86.28, મલાણામાં 63.92, કુંભારીયામાં 95.92, કુચાવાડામાં 66.1, કાતરવામાં 63.64 અને જલોત્રામાં 68.20 પરિણામ જાહેર થયું હતું. સૌથી વધુ કુંભારીયા સેન્ટરનું 95.92 ટકા પરિણામ આવ્યું હતું. જયારે સૌથી ઓછું 44.60 તીર્થગામ સેન્ટરનું આવ્યું હતું.
બોર્ડની વેબસાઇટ પર પરિણામ જાહેર થતાં જ સ્કૂલો દ્વારા પોતાના વિદ્યાર્થીઓના ઈન્ડેક્સ નંબર નાખી માર્કશીટ ડાઉનલોડ કરી પ્રિન્ટ કાઢવામાં આવી હતી. તો કેટલાક વિદ્યાર્થીઓએ મોબાઈલમાં પણ પોતાનું પરિણામ જોયું હતું. તો કેટલાક વૉસ્ટએપ પર નંબર નાખી પોતાનું રિઝલ્ટ જોયું હતું છેલ્લા ત્રણ વર્ષ નું પરિણામ જોઈએ તો 2020માં 64.08 ટકા હતું કોરોના ના કારણે જયારે 2022માં 67.18 ટાકા પરિણામ હતું 2023માં 66.62 ટકા પરિણામ આવ્યું હતું.