અમીરગઢના બ્લુન્દ્રાના 65 વર્ષીય બાબજી નો સ્વાઈન ફ્લૂનો રિપોર્ટ પોઝિટિવ
એક સપ્તાહમાં બાબજીના સંપર્કમાં આવેલા વ્યક્તિઓની ચકાસણી હાથ ધરાઈ: અમીરગઢના બાલુન્દ્રા ખાતે 65 વર્ષીય બાબજી નો સ્વાઈન ફ્લૂનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. તેમજ આરોગ્ય વિભાગ દ્વારા સ્વાઇન ફ્લુના દર્દીના સંપર્કમાં આવેલા વ્યક્તિઓની તપાસ હાથ ધરવામાં આવે છે તેમજ વિસ્તાર માં સર્વેની કામગીરી હાથ ધરાઈ છે.
બનાસકાંઠામાં સ્વાઈન ફ્લૂનો એક કેસ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. જેમાં અમીરગઢ તાલુકાના બાલુન્દ્રા ગામના એક બાબજીને 65 વર્ષે સ્વાઈન ફ્લૂના લક્ષણો જેવા કે તાવ શરદી ખાંસી સહિતના લક્ષણો જણાતા તેમના દ્વારા પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવામાં આવી હતી. સારવાર દરમિયાન તેમનો રિપોર્ટ કરાવવામાં આવતા તેમનો સ્વાઈન ફ્લૂનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી તેમને સ્વાઈન ફ્લુના વોર્ડમાં દાખલ કરી સારવાર શરૂ કરાઈ છે.
આ અંગે આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, બાલુન્દ્ર ગામે 65 વર્ષના બાબજીનો સ્વાઈન ફ્લૂ નો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમના સંપર્કમાં આવેલા તમામ વ્યક્તિઓના ચકાસણી હાથ ધરવામાં આવી છે તેમજ તે ગામમાં સર્વેની કામગીરી પણ શરૂ કરી બીમાર વ્યક્તિઓ હોય તેમના રિપોર્ટ કરાવવામાં આવી રહ્યા છે. તેમજ જરૂરી દવા આપવામાં આવી રહી છે. સ્વાઈન ફ્લૂ પોઝિટિવ દર્દી અત્યારે પાલનપુર સિવિલમાં સારવાર લઈ રહ્યું છે.