
બનાસકાંઠાની ૬૪૭ પ્રાથમિક શાળામાં ડિજિટલ કોમ્પ્યુટર લેબની ફાળવણી થઈ
સરહદી બનાસકાંઠા જિલ્લાની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકોનું શિક્ષણ સ્તર ઉંચુ લાવવા સરકાર દ્વારા નવા શૈક્ષણિક સત્રથી ૬૪૭ પ્રાથમિક શાળાઓમાં ડિજિટલ કોમ્પ્યુટર લેબની ફાળવણી કરી છે. જ્યારે ૧૩૧૩ શાળાઓમા ૩૯૦૦ જ્ઞાન કુંજ સ્માર્ટ વર્ગ ખંડો શરૂ કરવામાં આવ્યા છે. જેમાં બાળકોને ઈન્ટરનેટ તેમજ સ્માર્ટ એલઈડીના માધ્યમથી ગુણવત્તા સભર શિક્ષણ પૂરું પાડવામાં આવશે. જેને લઇ ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો પણ સરકારી શાળામાં ખાનગી સ્કૂલ જેવી સુવિધા અને શિક્ષણ મેળવતા થયા છે. રાજ્યની સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ગરીબ અને મધ્યમવર્ગ ના બાળકોને ખાનગી સ્કૂલ જેવી સુવિધા અને ગુણવત્તા સભર શિક્ષણ મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા સરકારી શાળાઓમા ડિજિટલ કોમ્પ્યુટર અને જ્ઞાન કુંજ સ્માર્ટ વર્ગો શરૂ કરવામાં આવ્યા છે. જેમાં બનાસકાંઠા જિલ્લામાં નવા શૈક્ષણિક સત્રથી ૬૪૭ પ્રાથમિક શાળામાં બાળકોને કોમ્પ્યુટરનું જ્ઞાન મળી રહે તે માટે ડિજિટલ કોમ્પ્યુટર લેબની ફાળવણી કરવામાં આવી છે. જ્યારે સરકારી શાળાના બાળકોને ખાનગી શાળા જેવા સ્માર્ટ વર્ગ ખંડ મળી રહે તે માટે ૧૩૧૩ શાળામાં ૩૯૦૦ જ્ઞાન કુંજ વર્ગો શરૂ કરવામાં આવ્યા છે. જેમાં બાળકોને સ્માર્ટ એલઇડી પર શિક્ષકો દ્વારા ઈન્ટરનેટ ની મદદથી શિક્ષણ પૂરું પાડવામાં આવી રહ્યું છે. જાેકે, એક સમયે શિક્ષણ ક્ષેત્રે પછાત ગણાતો બનાસકાંઠા જિલ્લો છેલ્લા કેટલાય વર્ષોથી શિક્ષણમાં હરણ ફાળ ભરી સિધ્ધિઓ હાંસિલ કરી રહ્યો છે. ત્યારે સરકાર દ્વારા પણ પ્રાથમિક શાળાઓમાં શિક્ષણ સ્તર ઉંચુ લાવવા કોમ્પ્યુટર લેબ અને જ્ઞાન કુંજ સ્માર્ટ વર્ગ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવતા જિલ્લામાં હવે સરકારી શાળા માં અભ્યાસ કરતા ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો પણ ગુણવત્તા સભર શિક્ષણ મેળવતા થશે.