ધાનેરા પાલિકા દ્વારા દબાણ દૂર કરવાની કામગીરીમાં અડચણ ઉભી કરનાર 6 પોલીસ હિરાસતમાં
પૂર્વ પાલિકા પ્રમુખ બળવંત બારોટ સાથે અન્ય 5 ઇસમોની અટકાયત: ધાનેરા નગરપાલિકા દ્વારા ધાનેરા- ડીસા રોડ પર આવેલા સનરાઈજ શોપિંગ સેન્ટર આગળ દુકાન આગળના ઓટલા તેમજ પતરાના શેડ દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી. જો કે દબાણ દૂર કરવાની કામગીરી દરમિયાન નગર પાલિકાના પૂર્વ પ્રમુખ બળવંત બારોટ સહિતના રાજકીય ઇસમોએ આવી નગરપાલિકાનાં કર્મચારીઓ સાથે ના શોભે તેવું વર્તન હતું.
આ મામલે નગર પાલિકાના કર્મચારીઓએ મામલતદાર અને મુખ્ય અધિકારીને આવેદન પત્ર આપી પગલાં લેવા રજૂઆત કરી હતી.જેને લઇ નગરપાલિકાનાં ઇજનેર મુકેશભાઈ ચૌધરીએ નગરપાલિકાનાં પૂર્વ પ્રમુખ સહિત અન્ય સાત ઇસમો વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ પણ આપી હતી. જે ફરિયાદ આપવાની સાથે પૂર્વ પ્રમુખે સર્વે સમાજની બેઠક યોજી પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપી બચાવ કરવાનો પ્રયત્ન કર્યો હતો. દરમિયાન પોલીસે પૂર્વ પ્રમુખ બળવંત બારોટ સાથે અન્ય પાંચ ઇસમોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સરકારી કામમા અડચણ બની સરકારી કર્મચારીઓ સામે વાણી વિલાસ કરતા આખરે રાજકીય આગેવાન અને વેપારીઓને કાયદા સામે ઝુકવું પડ્યું હતું.
કોની અટકાયત ?
1 યુનુસભાઈ યાકુબભાઈ મન્સૂરી
2 જગદીશભાઈ રણમલભાઈ કોટક
3 અબ્દુલ રજાક નૂરમહમદ મેમણ
4 મેમણ સોહેબ અબ્દુલ રજાક
5 બળવંતભાઈ છોગાજી બારોટ તથા અન્ય એક ઈસમ