ડીસા દક્ષિણ પોલીસ દ્વારા તેરા તુઝકો અર્પણ અભિયાન અંતર્ગત વધું 6 મોબાઈલ શોધીને મુળ માલિકોને પરત અપાયાં
પોલીસની કામગીરી પ્રશંસનીય છે પરંતુ મોબાઈલ ચોર સામે કાર્યવાહી કરવામાં આવે છે કે જેને લઇને પણ ઉઠી રહ્યા છે જનતાના સવાલો
રાજ્ય સરકારના ગુહ વિભાગ દ્વારા તેરા તુજકો અર્પણ અભિયાન અંતર્ગત રાજ્યના દરેક પોલીસ સ્ટેશનની હદમાં ખોવાયેલ કે ચોરી થયેલ ચીજવસ્તુઓને શોધી તેરા તુજકો અર્પણ અભિયાન અંતર્ગત અરજદારોને મુદામાલ પરત આપવામાં આવી રહ્યા છે ત્યારે ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશન દ્વારા વધું છ જેટલા મોબાઈલ શોધી મુળ માલિકોને પરત આપવામાં આવ્યા છે અરજદારોને ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાંથી ગુમ થયેલ કે ચોરી થયેલ મોબાઈલની ફરીયાદોને અરજદારોએ દક્ષિણ પોલીસ સ્ટેશનમાં લેખિતમાં રજૂઆત કરાઈ હતી.
જેના પગલે દક્ષિણ પોલીસ સ્ટેશનના પી.આઇ કે.બી. દેસાઈ અને તેમની ટીમ દ્વારા સુંદર કામગીરી હાથ ધરી વધું 6 જેટલા મોબાઈલ શોધી દક્ષિણ પોલીસે 1.35.486ના મોબાઈલ શોધી મુળ માલિકોને પરત આપવામાં આવ્યા હતા 6 જેટલા અરજદારને પોતાના મોબાઈલ પરત મલતા દક્ષિણ પોલીસનો આભાર વ્યક્ત કરાયો હતો.
જ્યારે દક્ષીણ પોલીસે અગાઉ પણ વીસ દિવસ પહેલા દક્ષિણ પોલીસ દ્વારા 11 અરજદારોને ખોવાયેલા મોબાઇલ અરજદારોને પરત કર્યા હતા અને કુલ મુદ્દા માલ 1,77,895 મુળ માલિકોને પરત આપ્યા હતા વારંવાર દક્ષિણ પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ અભિયાન અંતર્ગત અરજદારોને પરત મોબાઈલ આપીને દક્ષિણ પોલીસ દ્વારા સહાય કામગીરી કરવામાં આવી રહી છે પરંતુ ડીસા પોલીસે તેરા તુજકો અર્પણ અભિયાન અંતર્ગત સાથે સાથે જે મોબાઈલ શોધવામાં આવે છે. તેમાં મોબાઈલ ચોરી કરનાર શખ્સો સામે કડક કાર્યવાહી કરવામાં આવે છે કેમ તેણી જાણકારી લેવા માટે જનતા પણ ઉત્સુક છે મોબાઈલની ચોરી કરતાં શખ્સો અને ચોરીના મોબાઈલની ખરીદી કરતાં લોકોના નામ પણ જાહેર કરવા જોઈએ જેથી લોકો પણ સાવચેત રહે
Tags mobiles owners South Police