કોલેજીયન બેગમાંથી જોધપુર સાબરમતી ટ્રેનમાં 58,930 નો દારૂ ઝડપાયો
ભીલડી રેલ્વે આઉટ પોસ્ટના પોલીસ માણસો તથા સર્વલન્સ સ્કોડ દ્રારા આંતર રાજયમાંથી આવતી ટ્રેનોમાંથી ઈગ્લીશ દારૂ સાથે આરોપીને ઝડપી પાડ્યો : રાધનપુર રેલ્વે પોલીસ સ્ટેશનના દ્રારા ટ્રેનોમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા ઈસમો શોધી કાઢવા આપેલ સુચના અન્વયે રાધનપુર રેલ્વે પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઈન્સ્પેકટર વી.એમ.સોલંકી નાઓ તેમજ સર્વલન્સ સ્કોડના પોલીસ માણસો તથા ભીલડી આ.પો.ના પોલીસ માણસો સાથે રાધનપુર રેલ્વે પોલીસ સ્ટેશનના માણસો જોધપુર સાબરમતી ટ્રેનમાંથી બે કોલેજીયન બેગ માંથી અલગ અલગ બ્રાન્ડ નો વિદેશી દારૂ બે બેગમાંથી મળી આવેલ જેની કુલ કિંમત રૂપિયા-૫૩૯૩૦/-ની તેમજ સદર ગુનાના કામના આરોપી પાસેથી મળી આવેલ એક મોબાઈલ ફોન કિંમત રૂપિયા-૫૦૦૦/-ની તેમજ કુલ મુદામાલની મળી કુલ કિંમત રૂપિયા-૫૮,૯૩૦/-નો મળી આવતાં આરોપી ખેતારામ ભુરારામ જાટ ચૌધરી ઉ.વ.૧૯ ધંધો.અભ્યાસ રહે.ગામ.ભીયાડ તા.શીવ થાના.શીવ જી.બાડમેર રાજસ્થાનવાળાને પકડી વધુ તપાસ હાથ ધરવામાં આવેલ