ખેમાણા ટોલનાકા પાસેથી 571 પેટી વિદેશી દારૂ ઝડપાયો : રૂ.45.22 લાખનો મુદ્દામાલ સાથે ટ્રક ચાલકની અટકાયત
પાલનપુરના ખેમાણા ટોલનાકા પાસેથી બાતમીના આધારે એલસીબી પોલીસે વિદેશી દારૂ ભરેલી ટ્રક ઝડપી લીધી હતી. પોલીસે વિદેશી દારૂની 571 પેટીઓ સાથે રૂ.45.22 લાખનો મુદ્દામાલ કબજે લઈ વધૂ તપાસ હાથ ધરી છે.
રાજસ્થાનથી વિદેશી દારૂ ભરેલી ટ્રક બનાસકાંઠા તરફ આવી રહી હોવાની બાતમી મળતા એલસીબી પોલીસે ખેમાણા ટોલનાકા પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમીવાળી ટ્રક આવતા તેને રોકાવી તેની તલાશી લેતા તેમાંથી 571 વિદેશી દારૂની પેટી મળી આવી હતી. પોલીસે 571 વિદેશી દારૂ ની પેટીમાં રહેલી 13548 બોટલો કબજે કરી રાજસ્થાનના ટ્રક ચાલક ઉમેદરામ જાટની અટકાયત કરી હતી. પોલીસે વિદેશી દારૂ સહિત કુલ રૂ.45.22 લાખનો મુદ્દામાલ કબજે કરી ટ્રક ચાલક સામે પ્રોહીબિશનનો ગુનો નોંધી વધૂ તપાસ હાથ ધરી છે.