બનાસકાંઠા એસટી ડિવિજનનાં 12 ડેપોની 520 બસની રોજ સફાઇ થશે

બનાસકાંઠા
બનાસકાંઠા

સફાઈ અભિયાનનો પ્રારંભ, 51 સફાઈ કામદારો સફાઇ કરાઈ, 12 અંડર ગ્રાઉન્ડ અને 16 ઓવરહેડ પાણીની ટાંકીની સફાઇ કરાઈ બનાસકાંઠા એસટી ડિવિજન દ્વારા શનિવારથી સફાઈ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં 12 ડેપોની 520 બસની રોજ સફાઇ કરવામાં આવશે. તથા 12 અંડર ગ્રાઉન્ડ અને 16 ઓવરહેડ પાણીની ટાંકીની પણ સફાઇ કરવામાં આવી હતી. જેમાં 51 સફાઈ કામદારો સફાઇ અભિયાનમાં જોડાયા હતા.

પાલનપુર એસટીનાં વિભાગીય નિયામક કિરીટભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા શનિવારથી સમગ્ર ગુજરાતના દરેક ડેપોમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યુ હતું. જેથી આપણા પાલનપુર ડિવિઝનના 12 ડેપોમાં રોજની 520 બસોની સફાઈ કરવામાં આવશે.જ્યારે 510 બસ રોજ ધોવામાં આવશે.આ અભિયાન પુરેપુરી સફાઈ નાં થાય ત્યાં સુધી ચાલુ રાખવામાં આવશે. ધાનેરા, વાવ, ભાભર, થરા, વડગામ અને લાખણી આ 6 ડેપોમાં 3-3 સફાઈ કામદારો 1 ઓવરહેડ અને એક અંડર ગ્રાઉન્ડ ટાંકીની સફાઈ કરવામાં આવી હતી. જ્યારે થરાદ, દિયોદર અને અંબાજીમાં 5-5 સફાઈ કામદારો દ્વારા કામ કરવામાં આવી હતી. પાલનપુરમાં 6 અને ડીસામાં 7 સફાઈ કામદારો સફાઈ અભિયાનમાં જોડાયા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.