બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાંથી ૫૨ બાઇક ચોરનાર ગેંગનો પર્દાફાશ

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ હિંમતનગર :હિંમતનગર એલસીબીની ટીમે બાતમી આધારે બાઇક ચોરી ગેંગના ચાર ઇસમોને ઝડપી પાડ્યા છે. આ સાથે ઝડપાયેલા ઇસમોની પુછપરછમાં બાઇક ચોરીના ૫૨ ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. સાબરકાંઠા એસપીની સુચનાથી એલસીબી પીઆઈના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમો બનાવાઇ હતી. જેમાં ચોક્કસ બાતમી આધારે ઇડરથી હિંમતનગર આવતાં ૪ ઇસમોને ઝડપી પાડ્યા હતા. પોલીસે ઇસમો પાસેથી ચોરીની ૫૨ મોટર સાયકલો (કિં.રૂ.૧૩,૭૦,૦૦૦) નો મુદ્દામાલ પણ ઝડપી પાડ્યો છે. આ સાથે ગેંગના અન્ય ચાર ઇસમોને ઝડપી લેવા કવાયત શરૂ કરવામાં આવી છે. સાબરકાંઠા એસપી નિરજુકુમારે મિલ્કત સંબંધી ગુનાઓ શોધવા સુચના આપેલ છે. જે અનુસંધાને એલસીબી ટીમ હિંમતનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. આ તરફ ચોક્કસ બાતમી મળેલ કે, રાજસ્થાનથી બાઇક ચોરી કરતી “બાજ ગેંગ” નો મુખ્ય સુત્રધાર તેના સાગરીતો સાથે બે નંબર પ્લેટ વગરના બાઇક લઇ ઇડરથી હિંમતનગર આવી રહ્યો છે. જેને લઇ ટીમે તાત્કાલિક વક્તાપુરની સીમમાં સાંઇબાબા મંદીર નજીક વોચ ગોઠવી ઇસમોને ઝડપી પાડ્યા હતા. સૂત્રોએ જણાવ્યું હતુ કે, ઝડપાયેલા ઇસમોની કડક પુછપરછ કરતાં તેમને અલગ-અલગ જગ્યાએથી બાઇકો ચોર્યાની કબૂલાત કરી હતી. આ સાથે જ બંને બાઇક સાથે ઇસમો ઝડપાયા તે તપાસ કરતાં બંને બાઇકો પણ ચોરીના હોવાનું ખુલ્યુ હતુ. જેને લઇ ટીમે બન્ને મોટર સાયકલોની કિં.રૂ ૫૫,૦૦૦ ગણી સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ વધુ તપાસ અર્થે કબ્જે કરી તપાસ કરી હતી. જેમાં બાઇકચોરીના ૫૨ ગુન્હાઓનો ભેદ ઉકેલાયો છે. આ સાથે રાજસ્થાનના ચારેય આરોપીઓને એલસીબી ખાતે લાવી ઉંડાણપુર્વકની પુછપરછ કરતાં ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. જેમાં આરોપીઓએ ગુજરાત તથા રાજસ્થાનના અલગ અલગ જીલ્લા શહેર જેવા કે સાબરકાંઠા, મહેસાણા, બનાસકાંઠા, રાજસ્થાનના ઉદયપુર, નાથદ્વારા, પીંડવાડા, સ્વરૂપગંજ, રોહીડા, અંબામાતા વગેરે વિસ્તારોમાંથી કુલ ૫૨ મોટર સાયકલોની ચોરી કરેલાની કબુલાત કરી હતી. આ સાથે પોતાની આ ગેંગનું નામ “બાજ ગેંગ” રાખેલાનો પણ ખુલાસો કરેલ જેથી ચારેય આરોપીઓને જેલ હવાલે કરી બાકીના ચારની શોધખોળ હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.