અમીરગઢ પોલીસ ચેકપોસ્ટ પાસે માવલ ચેકપોસ્ટ પર કારના ચોરખાનામાંથી 52.835 કિલો ચાંદીના બિસ્કીટ અને 3.50 લાખ રોકડા મળ્યા
અમીરગઢ પોલીસ ચેકપોસ્ટ પાસે આવેલ રાજસ્થાનના માવલ ચેકપોસ્ટ પર કારના ગુપ્ત ખાનામાં સંતાડી ચાંદીના બિસ્કીટ લઈ જતા રાજકોટના બે વ્યક્તિઓની અટકાયત કરવામા આવી છે. રાજસ્થાન પોલીસે મળતી બાતમી હકીકત આધારે માવલ ચેકપોસ્ટ પર રાજસ્થાન તરફથી આવતા વાહનોનું ચેકીંગ કરવામાં આવી રહ્યું હતું. જેમાં એક ગાડી શંકાસ્પદ લાગતાં તેને રોકાવી તપાસ કરતા ગાડીમાં ગુપ્ત ખાનામાં ચાંદીના બિસ્કિટો સંતાડી ગુજરાતમાં ઘુડવાના હતા તે પહેલા રાજસ્થાન પોલીસે બે ઈસમોને ઝડપી પાડ્યા છે.
ગુજરાત રાજસ્થાન સરહદ ધરાવતી રાજસ્થાનની માવલ ચેકપોસ્ટ પર રાજસ્થાન પોલીસ જવાનો નાકાબંધી કરી ઊભા હતાં, એ દરમિયાન રાજસ્થાન તરફથી આવતી અને ગુજરાતમાં જતી એક ઇનોવા કારને પોલીસ દ્વારા રોકવામાં આવી હતી અને તેમાં સવાર ઇસમો દ્વારા જવાબ આપવામા અટકાતા પોલીસને શંકા જતાં કારની તપાસ કરવામા આવી હતી, જેમા કારની પાછળની સીટને કાપી તેમાં ઍક ચોરખાનું બનાવેલ હત. જેમા તપાસ કરતાં અંદર સફેદ કપડામાં લપેટાયેલા ત્રણ બોક્સ રાખવામાં આવ્યાં હતા.
પોલીસે બોક્સ ખોલી જોતા તેમાં ચાંદીના બિસ્કીટ અને ઘરેણાં ભરેલ હતાં. ચાંદીના બિલો વિશે પૂછતાં પકડાયેલ ઇસમો પાસે કોઇ બિલ ન હોવાનું જણાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી ચાંદીનું વજન કરાવતા 52.835 કિલો થયું હતું. જેની કિંમત આશરે પચાસ લાખ આંકવામાં આવી હતી. તેમજ રોકડ રકમ 3.50 લાખ જપ્ત કરી હતી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.