
ડીસાના યાવરપુરા ગામના ખેતરમાંથી વિદેશી દારૂની ૫૦૦ બોટલો ઝડપાઈ
બનાસકાંઠા જિલ્લામાં દારૂની બદીને અટકાવવા માટે બનાસકાંઠા એલસીબીની ટીમ દ્વારા સતત પેટ્રોલિંગ કરી અવારનવાર દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવે છે. ત્યારે ગઈકાલે એલસીબીની ટીમ ડીસા તાલુકા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ખાનગી બાતમીના આધારે યાવરપુરા ગામના ખેતરમાં રેડ કરી દારૂની ૫૦૦ બોટલો ઝડપી પાડી એક શખ્સ સામે ગુનો નોંધ્યો છે.
બનાસકાંઠા એલસીબીના કાનસિંહ, નરેશભાઈ, જાેરસિંહ સહિતની ટીમ ગઈકાલે ડીસા તાલુકામા પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે ડીસા તાલુકાના યાવરપુરા ગામમાં આવેલી ખેતરમાં દારૂનો જથ્થો પડ્યો છે અને ત્યાં તેનું વેચાણ કરવામાં આવે છે. જેથી તાત્કાલિક એલસીબીની ટીમે સ્થળ ઉપર જઈ રેડ કરતા ખેતરમાંથી દારૂની ૫૦૦ બોટલો મળી આવી હતી એલસીબીની ટીમે રૂ.૫૫,૭૭૩નો દારૂનો જથ્થો જપ્ત કરી ફરાર આરોપી ભરત ભોમાજી નેણ જાટ રહે.યાવરપુરાવાળા સામે પ્રોહિબિશન એક્ટ મુજબનો ગુનો નોધી તેની શોધખોળ હાથ ધરી છે.