બનાસકાંઠાના ૪૬૧ મહેસૂલી કર્મચારીઓ આજથી અચોક્કસ મુદ્દતની હડતાળ ઉપર

બનાસકાંઠા
બનાસકાંઠા

જુની પેન્શન યોજનાના અમલીકરણ સહિત વિવિધ પડતર પ્રશ્નોના નિરાકરણ માટે સરકારી કર્મચારીઓ આંદોલનના માર્ગે છે ત્યારે તા.૧૫ સપ્ટેમ્બરથી વર્ક ટુ રૂલ કાર્યક્રમ આપીને તબક્કાવાર મહેસૂલી કર્મચારીઓએ આંદોલન શરૂ કરેલું જ છે. બનાસકાંઠા જિલ્લા મહેસૂલી કર્મચારી મંડળના પ્રમુખ કિશન ચૌધરી અને મહામંત્રી દિપક ગઢવી જણાવ્યું છે કે, જુની પેન્શન યોજના સહિત મહેસૂલી કર્મચારીઓના પડતર પ્રશ્નોના નિકાલ માટે ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળની સાથે બનાસકાંઠા જિલ્લા મહેસૂલી કર્મચારી મંડળ વર્ગ- ૩ ના કુલ- ૪૬૧ જેટલાં કર્મચારીઓએ તા. ૧૯ સપ્ટેમ્બરે માસ સી.એલ. પર જઇને સરકારને રજૂઆત કરી હતી અને અમારી માંગણીઓ નહીં સંતોષાય તો અચોક્કસ મુદ્દતની હડતાળ પર જવાની ચિમકી પણ ઉચ્ચારી હતી તેમ છતાં સરકાર દ્વારા કોઇ જ ર્નિણય ન લેવામાં આવતા આજે તા. ૨૭ સપ્ટેમ્બરથી મહેસૂલી કર્મચારીઓ સંપૂર્ણ કામકાજથી અળગા રહીને અચોક્કસ મુદતની હડતાળ ઉપર જશે. બનાસકાંઠા જિલ્લામાં નાયબ મામલતદારો- ૧૫૦, ક્લાર્ક- ૯૧ અને રેવન્યુ તલાટી- ૨૨૦ સહિત તમામ મહેસૂલી કેડરના કર્મચારીઓ અચોક્કસ મુદ્દતની હડતાળમાં જાેડાઇને પોતાની માંગણીઓ માટે સરકાર સામે આંદોલન કરશે. તેમણે જણાવ્યું છે કે મહેસૂલી કર્મચારીઓએ જૂની પેન્શન યોજના લાગુ કરવા, ફિક્સ પગારપ્રથા બંધ કરવી, ૭ મા પગાર પંચના વિવિધ ભથ્થાની ચુકવણી, સીધી ભરતીથી આવેલા નાયબ મામલતદારોની સિનિયોરીટી બનાવવી તથા જીએડીના પરિપત્ર મુજબ બઢતીની કાર્યવાહી, વર્ષ-૨૦૧૨ના ક્લાર્ક અને વર્ષ-૨૦૧૦ના રેવન્યુ તલાટીને નાયબ મામલતદાર તરીકે બઢતી આપવી, નિવૃત્ત થતાં કર્મચારીઓને ઇજાફાની ચુકવણી, નાયબ મામલતદાર અને ક્લાર્કની જિલ્લા ફેર બદલી કરીને બદલી કેમ્પ યોજવા, હાલની સિનિયોરીટી મૂળ અસરથી રદ કરીને નિમણુંકની તારીખથી સિનિયોરીટી બનાવવી, સર્કલ ઓફિસરોના પીટીએમાં વધારો કરવા, સબ જેલને મહેસૂલ ખાતાના બદલે જેલ વિભાગ હસ્તક રાખવા, કેન્દ્રના ધોરણે ઉચ્ચતર પગાર ધોરણ આપવા સહિતના ૧૭ જેટલાં પડતર પ્રશ્નોને લઇ મહેસૂલી કર્મચારીઓએ સમગ્ર રાજ્યની સાથે બનાસકાંઠામાં લડત આરંભી છે. જેનું નિરાકરણ નહીં આવતા અમારે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.