ઝેરી ખોરાક આરોગવાથી સૂઈગામના જેલાણા ગામે ૪ર ઘેટાના મોત

બનાસકાંઠા
બનાસકાંઠા 81

રખેવાળ ન્યુઝ વાવ : ગત તા. ૧૧.પ.ર૦ર૧ ને મંગળવારના રોજ સૂઈગામ તાલુકાના જેલાણા ગામના રબારી બકાભાઈ કરમશીભાઈ ના ઘેટાઓએ ઝેરી એરંડા ખાવાથી એકી સાથે ઘટના સ્થળે ૪ર ઘેટાઓના મોત થવાથી અરેરાટી વ્યાપી ગઈ હતી. જાેકે ઘેટાના દૂધ અને ઉનના વ્યવસાય પર આધારીત માલધારી પરિવારના એકી સાથે સામૂહીક ૪ર ઘેટાઓના મોત થતા તેમની આજીવિકા ઉપર માઠી અસર પડી છે. એક સપ્તાહ અગાઉ પણ વાવ તાલુકાના ચાંદરવા ગામે ઝેરી ઘાસ આરોગવાથી એકી સાથે ર૪ ગાયોના મોત નીપજયા હતા. આમ એક સપ્તાહમાં ઉપરા-ઉપરી બે બનાવો બનતા ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. જાેકે મૃતક ઘેટાઓને સીમતળની જમીનમાં દાટી તેમની અંતિમવિધિ કરી દેવાઈ છે. જે સંદર્ભે ગામના સ્થાનિક સરપંચ તલાટી કમમંત્રીએ પંચનામુ કરી જવાબદાર તંત્રને જાણ કરી દીધી છે. એકી સાથે ૪ર ઘેટાઓના મોતને લઈ માલધારી પરીવાર ભારે ચિંતામાં ગરકાવ થઈ ગયું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.