
ઉપરવાસમાં સારા વરસાદના પગલે ડેમના 4 દરવાજા ખોલવામાં આવ્યા
બનાસકાંઠા જિલ્લામાં અને દક્ષિણ રાજસ્થાનમાં સારા વરસાદને લીધે બનાસકાઠાં જિલ્લામાં આવેલ દાંતીવાડા બંધમાં સારા પ્રમાણમાં પાણીની આવક થતાં આજે દાંતીવાડા ડેમના 4 દરવાજા ખોલીને ડેમમાંથી 10,659 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે.હજુ પણ વધુ પાણી છોડવામાં આવવાની સંભાવના છે.
બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લાવાસીઓને અપીલ કરવામાં આવી છે કે દાંતીવાડા ડેમના નીચાણવાસમાં રહેતા લોકોએ નદીના પટ વિસ્તારમાં પ્રવેશ કરવો નહીં, નદીના પટમાં પ્રવેશ કરવાને લીધે અકસ્માત થવાની સંભાવના રહેલી છે. જેથી નદી વિસ્તારમાં પ્રવેશ કરવો નહી તેમજ નદીના પટમાંથી સલામત સ્થળે પોતાના જાનમાલ અને પશુધનને સલામત સ્થળે ખસેડવા અનુરોધ કરવામાં આવ્યો છે તેમજ માઇનિંગના કારણે નદીના વહેણ વિસ્તારમાં પડેલ ખાડાઓમાં ભરાતા પાણીમાં ન્હાવા પડવું નહીં તેમ પણ જણાવાયું હતું.