
ડીસાના વરનોડાની 30 અને 65 વર્ષિય મહિલા પોઝિટિવ
બનાસકાંઠામાં ડીસા શહેર અને ડીસા તાલુકાના વરનોડા ગામે 30 વર્ષ અને 65 વર્ષની એમ બે મહિલાઓ કોરોનાની ઝપેટમાં આવી છે. બંને મહિલાઓના કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા હોવાનું આરોગ્ય વિભાગના ધ્યાને આવતા સારવાર બાદ હોમ આઈસોલેશન કર્યા છે. એપેડેમિક ઓફિસર ડો.જીગ્નેશ હરિયાણીએ જણાવ્યું કે 233 આરટીપીસીઆર અને 1082 એન્ટીજન દ્વારા જિલ્લામાં કુલ 1315 સેમ્પલ લીધા હતાં. કોરોના પોઝિટિવ બંને મહિલાઓ હોમ આઇસોલેશનમાં છે.”
મહેસાણા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. છેલ્લા ત્રણ દિવસમાં જિલ્લામાં 30 કેસ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. શુક્રવારે નોંધાયેલા 11માંથી 7 કેસ મહેસાણા, કડી, વિસનગર અને બહુચરાજી ગ્રામ્ય વિસ્તારના છે. જ્યારે કડી અને વિજાપુર શહેરમાં બે-બે મળી 4 કેસ નોંધાયા છે. શુક્રવારે ત્રણ દર્દીઓને ડિસ્ચાર્જ મળતાં જિલ્લામાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 38 થયો છે. જિલ્લા આરોગ્ય વિભાગે ગુરૂવારે લીધેલા 765 કોરોના સેમ્પલોનું રિઝલ્ટ શુક્રવારે 11 પોઝિટિવ કેસ નોંધાયા છે.