અમીરગઢ બોર્ડર પરથી ૩ કીલો અફીણનો જથ્થો ઝડપાયો
પાલનપુર એસઓજીએ અફીણના જથ્થા સાથે બેને ઝડપ્યા
રખેવાળ ન્યુઝ અમીરગઢ
અત્યારે ચાલી રહેલી કોરોનની મહામારીને લીધે લોકો હાઈવે પર ગાડીની અવર જવર બહુજ ઓછી માત્રામાં જોવા મળે છે અને ચેકીંગ પણ નહિવત હોય છે. ત્યારે એવામાં ગેરકાનૂની કામને અંજામ આપવાવાળા લોકો પોતાનો કામ આસાનીથી કરી શકે તેવા ફિરાકમાં હોય છે. અને આવો જ એક કિસ્સો અમીરગઢની રાજસ્થાન બોર્ડર પર જોવા મળ્યો હતો. પરંતુ પાલનપુરની એસઓજી ટીમ દ્રારા આવી ગુનાહિત પ્રવુતિને રોકી પાડવામાં આવી હતી. અમીરગઢ ચેકપોસ્ટ પર રાજસ્થાન તરફ થી આવતી રાજસ્થાન ર્પાસિંગની સ્વીફ્ટ કાર નંબર RJ ૪૩ CA ૦૬૦૨ જે શંકાસ્પદ લાગતા કાર ને રોકવી તેની ચેકીંગ કરતા કારમાં પાછળના ભાગે ડીક્કીના નીચેના ભાગમાં અફીણનો ૩ કીલો ક્રશ શંતાડવમાં આવેલો હતો. જે ગાડીની ચેકીંગ કરતા મળી આવ્યો હતો. આ અફીણનો જથ્થો રાજસ્થાનથી મુંબઇ લઇ જવાતો હતો. જે પાલનપુર એસઓજીએ ઝડપી પાડ્યો હતો અને કાર ચાલક સહિત અન્ય એક વ્યક્તિ ને ઝડપી લીધો હતો. અને આ આગળ ની કાર્યવાહી હાથ ધરાઈ હતી.
પોલીસે સુભાષભાઈ નિમ્બાભાઈ વિશ્નોઈ અને સુરેશભાઈ મંગલારામ વિશ્નોઈ રહે. જોધપુર રાજસ્થાનની અટકાયત કરી એક કાર, ૨ મોબાઈલ અને રોકડ રકમ ૨૧૦૦ અને ૩ કીલો અફીણના ક્રશ સાથે કુલ ૪,૬૭,૧૦૦ નો મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.