છાપી પોલીસ ની હદમાં વિવિધ બ્રાન્ડ નો ૨૯ લાખ ના વિદેશી દારૂ નો નાશ કરાયો
વડગામ તાલુકાના છાપી પોલીસ ની હદમાં વર્ષ ૨૦૨૩/૨૪ દરમિયાન અલગ અલગ જગ્યાએ થી ઝડપાયેલા વિવિધ બ્રાન્ડ નો વિદેશી દારૂ ની બોટલ નંગ ૧૬૧૭૦ (કિંમત રૂ. ૨૯૯૯૦૬૦) એસડીએમ કમલ ચૌધરી, ડીવાયએસપી જે.જે.ગામીત, છાપી પીએસઆઈ હાર્દિક દેસાઈ સહિત ના ઉચ્ચ અધિકારીઓ ની હાજરી છાપીમાં આવેલ જ્યોતિનગર ખાતે જેસીબી ની મદદ થી શુક્રવારે નાશ કરવામાં આવ્યો હતો. દારૂ ના નાશ ની કામગીરી દરમીયાન લોકો ના ટોળા એકત્રિત થઈ ગયા હતા.