સુઈગામ તાલુકામાં કમોસમી વરસાદથી થયેલ નુકસાનમાં ખેડૂતોને હેકટર દીઠ ૨૩ હજારની સહાય
સરહદી બનાસકાંઠા જિલ્લામા માર્ચ મહિનામાં પડેલ કમોસમી વરસાદથી ખેતરોમાં ઉભેલા વાવેતરને ભારે નુકસાન થતું હતું. જાેકે, ખેતીવાડી વિભાગ દ્વારા નુકસાનનો સર્વે કરાયો હતો. જેમાં સુઈગામ તાલુકામાં ૫૧૮ હેકટર જમીનમાં કરાયેલ વાવેતરમાં ૭૦ ટકા ઉપરાંતનું નુકશાન થયું હોવાનું સામે આવતા આ અસરગ્રસ્ત ખેડૂતોને સરકાર દ્વારા સહાય મંજુર કરવામાં આવી છે. જેમાં ખેડૂતને એક હેકટર દીઠ રૂ.૨૩ હજારની સહાય આપવા આવશે. જાેકે, જીલ્લા સુઈગામ ને બાદ કરતા અન્ય કોઈ જગ્યાઓ પાક નુકશાન ન હોવાનું ખેતીવાડી વિભાગ દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લામા માર્ચ મહિનામાં કમોસમી વરસાદ પડ્યો હતો. જેમાં તા.૧૯ માર્ચ ના રોજ સુઈગામ તાલુકામાં ૧૦ થી ૨૫ મીમી વરસાદ પડતાં ૧૯ જેટલા ગામોમાં વાવેતર કરાયેલ ઇસબગુલનાં પાકમાં ૭૦ થી ૮૦ ટકા જેટલું નુકશાન થતા ખેતીવાડી વિભાગ દ્વારા ૬૭૦ હેકટર જમીનમાં કરાયેલા વાવેતરનો સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં ૫૧૮ હેકટર જમીનમાં ૭૯૫ ખેડૂતોના વાવેતરને નુકશાન થયું હોઇ આ અસરગ્રસ્ત ખેડૂતોને પાક નુકશાન નું વળતર ચૂકવવા માટે ખેતીવાડી વિભાગ દ્વારા દરખાસ્ત તૈયાર કરી સરકાર માં મોકલી અપાઇ હતી. જેને લઈને સરકાર દ્વારા અસરગ્રસ્ત ખેડૂતો ને પાક નુકશાનનું વળતર ચૂકવવા સહાય મંજુર કરવામાં આવી છે. જેમાં એક ખેડૂતને વધુમાં વધુ બે હેકટર સુધી એક હેકટર દીઠ રૂ.૨૩ હજારની સહાય ચુકવવામાં આવશે. જાેકે, સરકાર દ્વારા પાક નુકશાનમાં દોઢ માસ બાદ પાક વળતર સહાય મંજુર કરવામાં આવતા ખેડૂતોમાં આનંદ ની લાગણી છવાઈ છે.