વસંતપંચમીના દિવસે સરસ્વતી પૂજન અને માતૃપિતૃ પૂજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો

બનાસકાંઠા
બનાસકાંઠા

પાલનપુરમાં આવેલી સ્વસ્તિક ઈંગ્લિશ મીડિયમ સ્કૂલમાં વસંતપંચમીના દિવસે સરસ્વતી પૂજન અને માતૃપિતૃ પૂજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. વસંતપંચમી એટલે પંચમી-વિદ્યાની દેવી, જ્ઞાનની દેવી માતા સરસ્વતીનો પ્રાદુર્ભાવનો દિવસ કહેવાય છે કે દેવી સરસ્વતી વસંતપંચમીના દિવસે બ્રહ્માના માનસથી અવતરિત થયા હતા. આ દિવસે માતા સરસ્વતીને પીળા રંગનાં વસ્ત્રો અને ફૂલોથી શણગારીને ગુલાલ, ધૂપ-દીપ અને જળ અર્પણ કરીને તેમની પૂજા કરવામાં આવે છે.માઁ સરસ્વતિની પૂજા-અર્ચના કરી શાળાના બાળકોએ વસંતપંચમી વિશે વક્તવ્ય આપ્યું હતું.

ઉપરાંત સરસ્વતિ વંદના અને નૃત્ય દ્વારા વિદ્યાની દેવીના ગુણગાન ગાયા હતા. તદુપરાંત, નવીન પ્રવેશ લીધેલ બાળકોને કુમકુમ તિલક લગાવી, રક્ષા પોટલી બાંધી, પુસ્તક અને પેન્સિલ ની ભેટ આપી તેમના સ્વાસ્થ્ય અને ઉત્તમ વિદ્યા માટેની શુભકામના પાઠવી હતી. સાથે સાથે બાળકોમાં મૂલ્યોનું સિંચન થાય અને મૂલ્યલક્ષી શિક્ષણ મળે તે હેતુથી શાળામાં બાળકોના માતા-પિતા ને બોલાવી તેમનું કુમકુમ તિલક, ચોખા અને ફુલહારથી પૂજન કરવામાં આવ્યું હતું. બાળકો દ્વારા માતૃ દેવો ભવ પિતૃ દેવો ભવઃ મંત્રોચ્ચાર ની સાથે તેમના માતાપિતાની પ્રદક્ષિણા કરવામાં આવી હતી. આમ, 14 ફેબ્રુઆરી એટલે માતૃ પિતૃ પૂજન રૂપી પાવન દિવસની ઉજવણી પણ શાળામાં કરવામાં આવી હતી. માઁ સરસ્વતિ અને માતાપિતા ના પૂજન નો અનેરો સંગમ થતાં સમસ્ત સંકુલનું વાતાવરણ ભક્તિમય બની ગયું હતું કાર્યક્રમ સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ શાળાના આચાર્યા હેતલ રાવલે માતાપિતાના ચરણોમાં જ 68 તિર્થ છે કહી બાળકોને માતાપિતાનો મહિમા સમજાવ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.