
થરાદમાં સરકારી જમીનમાંથી ૨૦૦ ચોમી દબાણ દુર કરાયું
થરાદ નગરપાલિકાની જગ્યામાં ચુડમેરના શખસ દ્વારા કબજો કરવામાં આવ્યો હતો.જેની લેંડગ્રેબિંગમાં અરજી થતાં તંત્ર દ્વારા કાર્યવાહી કરીને ૨૦૦ ચોમી જગ્યાને દબાણમુક્ત કરવામાં આવી હતી.
થરાદ કચેરીના સર્કલ ઇન્સપેક્ટર જગતાભાઇએ જણાવ્યું હતું કે ચુડમેર રોડ પર નર્સરીની પાછળ નગરપાલિકાની સરકારી પડતર જમીનમાં ચુડમેરના શખસ દ્વારા ગેરકાયદે દબાણ કરીને અંદાજીત ૬૭,૨૦,૦૦૦ની જમીનમાં ૨૦૦ ચોમી દબાણ કરીને તેમાં સિમેન્ટની થાંભલી પર સેડ જેવું રહેણાંક બનાવવામાં આવ્યું હતું. આ અંગે જીલ્લાના લેંડગ્રેબિંગ વિભાગમાં રજુઆત થવા પામી હતી. આથી સોમવારે તેમની સાથે કસબા તલાટીએ સ્થળ પર જઇને ઉપરોક્ત જગ્યાની તપાસ કરતાં તે દબાણ હોવાનું માલુમ પડતાં તેને જેસીબી મશીનવડે જમીનદોસ્ત કરીને દબાણમુક્ત કરાવવામાં આવી હતી.તંત્રની કાર્યવાહીના પગલે નગરપાલિકાની જમીનમાં ગેરકાયદેસર દબાણ કરીને બેઠેલા અન્ય અસામાજીકતત્વોમાં ફફડાટની લાગણી પ્રસરવા પામી હતી.