સામઢી નાઢાણીવાસમાં જુગાર રમતાં 17 શખ્સો ઝડપાયા, રોકડ રકમ સહિત કુલ રૂ. 62, 700નો મુદ્દામાલ કબ્જે લીધો
પાલનપુર તાલુકાના સામઢી નાઢાણી વાસમાં જુગાર રમતાં 17 શખ્સોને પોલીસે ઝડપી લીધા છે. જેમની પાસેથી રૂપિયા રોકડ રકમ, મોબાઇલ સહિત કુલ રૂ. 62,700 નો મુદ્દામાલ કબ્જે લેવામાં આવ્યો હતો.
પાલનપુર તાલુકાની ગઢ પોલીસ મથકની ટીમે સામઢી નાઢાણીવાસ ગામે બંધ મકાનની ખુલ્લી ઓસરી માં જુગાર રમતાં મેતુસીંગ ગેનસીંગ સોલંકી, વનરાજસીંગ ભીખુસીંગ સોલંકી, વિજુભા દાદસીંગ સોલંકી, રમેશસીંગ નારખનસીંગ સોલંકી, ધારસીંગ પ્રતાપસીંગ સોલંકી, મહેશસીંગ મોગસીંગ સોલંકી, લક્ષ્મણસીંગ અમરતસીંગ સોલંકી, દિનેશસીંગ હિરસીંગ સોલંકી, બાદરસીંગ હેતમસીંગ સોલંકી, રજુસીંગ ગેનસીંગ સોલંકી, રાયભણસીંગ અમથાજી સોલંકી, વનરાજસીંગ બીજોલસીંગ સોલંકી, કનવરસીંગ ઉર્ફે કનુસીંગ નિરમલસીંગ સોલંકી, વજેસીંગ ગગાજી સોલંકી, દિનેશસીંગ બાબુસીંગ સોલંકી, દશરથસીંગ રૂપસીંગ સોલંકી, સોમસીંગ ઉર્ફે સચીન દેવુસીંગ સોલંકીને ઝડપી લીધા હતા. જેમની પાસેથી રોકડ રૂ. 23,900, રૂ. 38,800ના મોબાઇલ નંગ 10 મળી કુલ રૂપિયા 62,700નો મુદ્દામાલ કબ્જે લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.