પાલનપુર આરટીઓ સર્કલથી એરોમા સર્કલ સુધીના બંન્ને માર્ગ પર ૧૬૩ ખાડા

બનાસકાંઠા
બનાસકાંઠા 95

પાલનપુરમાં પડેલા સામાન્ય વરસાદે તંત્રની પોલ ખોલતા શહેર સહીત હાઇવેના માર્ગો પર મસમોટા ખાડા પડી ગયા છે. પાલનપુર જૂના આરટીઓ સર્કલથી એરોમા સર્કલ સુધીના બંન્ને માર્ગો પર ૧૬૩ ખાડા પડેલા છે. જેથી વાહન ચાલકોને અકસ્માત થવાની ભિતી સેવાઇ રહી છે. તો તંત્ર દ્વારા ઝડપથી ખાડા પુરવામાં આવે તેવી વાહન ચાલકોની માંગ છે. બનાસકાંઠા જિલ્લા મુખ્યાલય પાલનપુર શહેરમાં તો રસ્તાઓ તુટી ગયેલા છે. પરંતુ હાઇવે પર પણ વરસાદના કારણે મસમોટા ખાડા પડી ગયા છે. જેમાં પાલનપુર જૂના આરટીઓ સર્કલથી એરોમા સર્કલ સુધીના અંતરમાં નાના-મોટા ૧૬૩ ઉપરાંતના રોડ વચ્ચોવચ ખાડા પડી ગયા છે. જેના કારણે દિવસ દરમિયાન તો વાહન ચાલકો સાવચેતી રાખી ચાલતા હોય છે. પરંતુ રાત્રિ દરમિયાન વાહન ચાલકોને ખાડા નજરે પડતા નથી હોતા જેના કારણે વાહનો ખાડામાં પડવાથી અકસ્માત થવાની ભિતી સેવાઇ રહી છે. તો આ બાબતે વહીવટી તંત્ર દ્વારા ઝડપથી ખાડા પુરવામાં આવે તેવી વાહન ચાલકોની માંગ ઉઠી છે.

મોટાભાગની સોસાયટીઓ અને ધાર્મિક સ્થાનો આબુ હાઇવે પર આવેલા છે
આ માર્ગ આબુરોડને જાેડતો માર્ગ છે. જેથી રાજસ્થાન તરફ જતા અને આવતા વાહનો આ માર્ગ ઉપરથી પસાર થાય છે. તેમજ શહેરની મોટા ભાગની સોસાયટીઓ પણ એરોમા સર્કલથી આરટીઓ સર્કલ સુધીના માર્ગ પર આવેલી છે. તેમજ ધાર્મિક દેવસ્થાનો બાલારામ, ગાયત્રી મંદિર અને સાંઇબાબા મંદિર આવેલુ છે. જેથી લોકોની અવર-જવર પણ વધુ રહે છે. માર્ગ ઉપર ખાડા પડેલા હોવાથી વાહન ચાલકોને ભારે હાલાકી સામનો કરવો પડે છે. તેમજ અકસ્માતની ભિતી સેવાઇ રહી છે. તો ઝડપથી માર્ગનું રીપેરીંગ અથવા નવિનીકરણ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

બે કિલોમીટરના અંતરમાં ૧૬૩ ખાડા : તંત્રની પોલ ખુલી
પાલનપુર એરોમા સર્કલથી જુના આરટીઓ સર્કલ સુધીના બે કિલો મિટરના અંતરમાં બન્ને સાઇડના માર્ગ પર કુલ ૧૬૩ ખાડા પડી ગયા છે. જેથી વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જાેકે, છાશવારે સામાન્ય વરસાદમાં પણ લાખો રૂપિયા ધુમાડા કરી બનાવેલ રસ્તા ધોવાઈ જતા અને વારંવાર ખાડા પડી જતા તંત્રની ગુણવત્તા વગરના તકલાદી કામની પોલ ખુલી જવા પામી છે.

ખાડા પુરવામાં પણ અખાડા પાલનપુર એરોમા સર્કલથી
આરટીઓ સર્કલ તરફ જતા બંન્ને માર્ગ ઉપર વારંવાર સામાન્ય વરસાદમાં ખાડા પડી જાય છે. જેનું અવાર-નવાર
રીપેરીંગ કામ કરવામાં આવે છે. પરંતુ ફરી જૈસે-થે સ્થિતિ થઇ જતી હોય છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.