બનાસકાંઠાના ૧૫૦૦ આરોગ્ય કર્મીઓ પણ હડતાળના માર્ગે

બનાસકાંઠા
બનાસકાંઠા 66

રખેવાળ ન્યુઝ પાલનપુર : રાજ્યના આરોગ્ય કર્મીઓએ પોતાની પડતર માંગણીઓને લઈને હળતાલનો માર્ગ અપનાવ્યો છે. ત્યારે બનાસકાંઠાના ૧૫૦૦ જેટલા આરોગ્ય કર્મીઓ પણ આવતીકાલથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરશે. પે ગ્રેડની માંગણીને લઈને આરોગ્યકર્મી ઓએ હડતાલનું શસ્ત્ર ઉગામ્યુ છે. ત્યારે બનાસકાંઠા જિલ્લા પંચાયત આરોગ્ય મંડળ સંલગ્ન ૧૫૦૦ જેટલા કર્મચારીઓ પણ આવતીકાલથી અચોક્કસ મુદતની હળતાલ પર જશે. દરમિયાન, આજે તેઓના પ્રતિનિધિઓએ જિલ્લા કલેકટર સહિતના અધિકારીઓને હડતાળ અંગેનું આવેદનપત્ર પાઠવ્યું હોવાનું બનાસકાંઠા જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળના પ્રમુખ માધવસિંહ પરમારે જણાવ્યું હતું.એકબાજુ સરકારે કોરોના વેકસીન આપવાની તૈયારીઓ જાેરશોરથી આરંભી છે. ત્યારે આરોગ્યકર્મીઓ એ સરકારનું નાક દબાવવા હળતાલનું શસ્ત્ર ઉગામ્યુ છે. જે કેટલું સફળ રહેશે તેતો આવનારો સમય જ બતાવશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.