બનાસકાંઠાના 14 તાલુકા લમ્પી વાયરસની ઝાપેટમાં, 17 પશુઓના મોત

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લામાં લમ્પી વાયરસ પશુઓમાં જોવા મળતા વહીવટી તંત્ર દોડતું થયું છે. જેમાં આજે નવા 1086 પશુઓ ઉપર રોગની અસર જોવા મળી છે. આજે 17 જેટલાં પશુઓના મોત નીપજ્યા છે.જિલ્લાના કુલ 13 તાલુકાઓમાં પશુ ઉપર લમ્પી વાયરસની અસર જોવા મળી છે. જિલ્લાના 398 ગામોમાં પશુઓમાં લમ્પી વાયરસ અસર થઇ છે. અત્યાર સુધી કુલ 1086 પશુઓને લમ્પી વાઇરસની ઝાપેટમાં આવ્યા છે. જેમાં અત્યાર સુધી 170 પશુઓના મોત નિપજ્યા હોવાનું જાણવા મળ્યું છે.

14 તાલુકાઓમાં લમ્પી વાઇરસની અસર જોઈએ તો દાંતા તાલુકાનું 1 ગામ, અમીરગઢના 3, પાલનપુરના કુલ 8, વડગામના 3, દાંતીવાડાના કુલ 3, ડીસાના 31, કાંકરેજના 47, વાવના 56, થરાદના 70, ભાભરના 35, દિયોદરના 47, ધાનેરાના 26, સુઈગામના 33 અને લાખણીના 35 ગામ મળી જિલ્લા કુલ 398 ગામોમાં લમ્પી વાયરસનું સંક્રમણ ફેલાયું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.