ધાનેરાના કોટડા ધાખા ગામના ૧૩ પરિવારોને પ્રાથમિક શાળામાં આશરો અપાયો

બનાસકાંઠા
બનાસકાંઠા 98

રખેવાળ ન્યુઝ ધાનેરા : બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારીએ ધાનેરા તાલુકાના કોટડા ધાખા ગામના ૧૩ પરિવારના મકાન ગત ગુરુવાર તેમજ શુક્રવારના રોજ બે દિવસ દબાણ દૂર કરવાના કાર્યક્રમમાં તોડી પાડવામાં આવ્યા હતા. તેમને પ્રાથમિક શાળામાં આશ્રય આપ્યો છે.
ગુજરાત હાઈકોર્ટેની સૂચના મુજબ ધાનેરા તાલુકા વિકાસ અધિકારીએ કોટડા ધાખા ગામમાં કુલ ૨૩ જેટલા દબાણ બે દિવસ દરમિયાન દૂર કર્યા છે.ગામમાં કુલ ૫૦ જેટલા દબાણો હતા જે પૈકી ૨૩ દબાણો દૂર કરાતા વર્ષોથી રહેતા દલિત સમાજ તેમજ માજીરાણાના મકાનો સરકાર દ્વારા આપવામાં આવ્યા હતા એ મકાનો પણ ગૌચરની જમનીમાં હોવાનું સરકારને માલુમ પડ્‌યું છે. જેથી આ જગ્યા હાલ ખુલ્લી કરવામાં આવી છે.ગરીબ પરિવારના વર્ષો જુના મકાન પણ તોડવામાં આવતા આ પરિવારો હાલ ઘર વિહોણા થઈ ગયા છે. બાળકો, વડીલો, મહિલાઓ ખુલ્લા આકાશ નીચે રહેવા પર મજુબુર બન્યા છે.હાલ ચોમાસા ઋતુ દરમિયાન વરસાદ પણ ગમે તે સમય આવી શકે છે. જેથી આ પરિવારોની મુશ્કેલી વધે તે પહેલાં જિલ્લા વિકાસ અધિકારીએ ૧૩ જેટલા પરિવાર કે જેમના પાસે રહેવા માટેની કોઈ વ્યવસ્થા નથી આવા પરિવાવ્‌ને કોટડા ધાખા ગામની પ્રાથમિક શાળામાં આશરો આપવા માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી તેંમજ ધાનેરા તાલુકા વિકાસ અધિકારી ને લેખિત માં જાણ કરવામાં આવી છે.ધાનેરા તાલુકા વિકાસ અધિકારી એ પણ ધાનેરા શિક્ષણ વિભાગ તેમજ શાળાના આચાર્ય ને હાલ પૂરતા આ પરિવારને શાળામાં રહેવા માટે કહેવામાં આવ્યું છે.
જિલ્લા વિકાસ અધિકારીએ આ પરિવારની વેદના સમજી તેમને હાલ પૂરતી તો છત આપી છે.જયારે શાળા શરૂ થશે એ સમય આ પરિવાર ક્યાં જશે તે બાબતે પણ ચિંતા કરી આ ગરીબ પરિવારને મકાન બાબતે સહાય આપવામાં આવે તે પણ ખૂબ જરૂરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.