જિલ્લામાં તાઉતે વાવાઝોડાની સંભાવના પગલે તૈયારી ,સાંતલપુર,રાધનપુરના 127 ગામ એલર્ટ

પાટણ
પાટણ 219

તાઉતેે વાવાઝોડું ઝડપભેર ગુજરાત ના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે. તેની અસરો શરૂ થઈ ગઈ છે. શનિવારે મોડી રાત્રે પાટણ પંથક ના વાતાવરણ માં એકાએક પલટો આવ્યો હતો અને છુટા છવાયા વરસાદી છાંટા પણ પડ્યા હતા સંભવિત વાવાઝોડા ને પગલે તંત્ર દ્વારા કચ્છ ને અડીને આવેલા સાંતલપુર તાલુકાના 71 અને રાધનપુર તાલુકાના 56 ગામો એલર્ટ કરવામાં આવ્યા છે. સાતલપુર પાસેના કચ્છના નાના રણમાં થી 1000 જેટલા અગરિયાઓને પરિવારોને તેમના વતનમાં સ્થળાંતર કરી દેવામાં આવ્યા છે. સરકારે રાધનપુર સમી અને પાટણ ખાતે એનડીઆરએફની ત્રણ ટીમો ફાળવ્યા બાદ પરત લઇ લેવામાં આવી હતી.

બનાસકાંઠા જિલ્લામાં આગામી ત્રણ દિવસમાં ત્રાટકનારા તાઉતે વાવાઝોડાને પહોંચી વળવા માટે બનાસકાંઠા જિલ્લાનું વહિવટીતંત્ર સજ્જ બન્યુ છે. જ્યાં રવિવારે જિલ્લા દ્વારા અધિકારીઓ સાથે તાકિદની બેઠક યોજવામાં આવી હતી. જેમાં અધિકારીઓને હેડ કવાર્ટસ ન છોડવાનો આદેશ કરી તમામ તકેદારીના પગલાં ભરવા માટે સૂચનો કરવામાં આવ્યા હતા.

તાઉતે વાવાઝોડાના કારણે બનાસકાંઠા માં કોઈ જગ્યાએ નુકસાન ન થાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. જ્યાં રવિવારે જિલ્લા કલેકટર આનંદ પટેલ દ્વારા તાત્કાલિક જિલ્લાના અધિકારીઓ સાથે તાકિદની બેઠક યોજવામાં આવી હતી. જેમાં અધિકારીઓને હેડ કવાર્ટસ ન છોડવાનો આદેશ કરી તમામ તકેદારીના પગલાં ભરવા માટે સૂચનો કરવામાં આવ્યા હતા.

લોકોના જાનમાલને નૂકશાન ન થાય તે માટે નગરપાલિકાના વિસ્તારમાં લગાવવામાં આવેલા હોર્ડિંગ્સ 24 કલાકમાં ઉતારી દેવા તથા યુ.જી.વી.સી.એલની લાઈન નજીકના ઝાડ કટિંગ કરી લેવા સૂચનાઓ આપવામાં આવી હતી. પોતાના વિસ્તારમાં અધિકારીઓ હાજર રહી સર્વે માટેની ટીમો તૈયાર રાખવા સહિતનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ પીવાના પાણી માટે ની ટાંકી ભરી રાખવા તથા પ્રાથમિક શાળામાં આશ્રયસ્થાન ઉભા કરવાનું જણાવ્યું હતું.

વાવાઝોડામાં વીજ પુરવઠો ખોરવાય તો કોવિડ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા કોરોના સંક્રમિત દર્દીઓ માટે ખાનગી તેમજ સરકારી હોસ્પિટલમાં પાવર બેક અપ ની વ્યવસ્થા કરી રાખવા જણાવ્યું હતું. તેમજ હોસ્પિટલમાં ખાલી થયેલા ઓક્સિજન ના તમામ સિલિન્ડરો ભરાવી રાખવા સૂચના અપાઇ હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.