બનાસકાંઠામાં ખાધ પદાર્થના સેમ્પલ ફેલ થતાં ૧૨ વેપારીને ૧૩.૫ લાખનો દંડ

બનાસકાંઠા
બનાસકાંઠા

સરહદી બનાસકાંઠા જિલ્લાના પાલનપુર, ડીસા, છાપી, ધાનેરા, દાંતા કાણોદર ઉપરાંત અમદાવાદ સુરત વિસનગરની વેપારી પેઢીઓ દ્વારા બનાસકાંઠાના જુદા જુદા વેપારી એકમોમાં સપ્લાય કરવામાં આવેલા ચણા, ચકરી, મીઠું, શ્રીખંડ, મુખવાસ, ઘી સહિતની પ્રોડક્ટમાં સેમ્પલ મિસ બ્રાન્ડેડ અને સબ સ્ટાન્ડર્ડ આવતા ફૂડ સેફ્ટી અંગે કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં જુદા જુદા ૧૨ એકમોને ૧૩.૦૫ લાખનો દંડ કરવામાં આવ્યો છે. જેમાં સૌથી વધુ દંડ ઘી ના ઉત્પાદન કરતા એકમો સામે કરાયો હતો. પાલનપુર ફૂડ સેફ્ટી વિભાગે લીધેલા સેમ્પલ સબ સ્ટાન્ડર્ડ અને મિસ બ્રાન્ડેડ આવ્યા બાદ નિવાસી કલેકટર સમક્ષ કેસોની સુનાવણી કરવામાં આવી હતી. જેમા જુદા જુદા ૧૨ ચુકાદા જાહેર કરાયા હતા. જેમાં અમદાવાદના ભક્તિ ગૃહ ઉદ્યોગનું ફુદીના ચણા પેક મિસ બ્રાન્ડેડ આવતા ૭૦,૦૦૦ નો દંડ, પાલનપુરના ઓશિયા મોલમાંથી લેવાયેલું શોભા બટર આવતા ૭૫,૦૦૦ નો દંડ, દાંતાની રોયલ ઇન હોટલમાંથી પ્લેન દહી સબ સ્ટાન્ડર્ડ આવતા એક લાખનો દંડ, ડીસાની રુદ્ર ટ્રેડિંગમાંથી લેવાયેલું ઉમંગ બ્રાન્ડ સેમ્પલ મિસ બ્રાન્ડ આવતા ૧.૫૦ લાખનો દંડ, કચ્છની કોટેશ્વર કેમ ફૂડ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડમાંથી લેવાયેલું પ્રાઇમ બ્રાન્ડ આયોડાઇઝ મીઠાનું સેમ્પલ સબ સ્ટાન્ડર્ડ આવતા ૭૫,૦૦૦ નું દંડ કરાયો હતો. આ ઉપરાંત પાલનપુરના ચંડીસરની તિરૂપતિ ઇન્ડસ્ટ્રીઝ માંથી લેવાયેલું તિરૂપતિ પ્રીમિયમ અમરનાથ આટા નું સેમ્પલ મિસ બ્રાન્ડેડ આવતા રૂ.૭૫ હજારનો દંડ, વિસનગર ની મધુરમ ડેરી નો રાજભોગ શિખંડ સ્ટાન્ડર્ડ આવતા ૧.૨૫ લાખ નો દંડ, વડગામના છાપીની પુરાત ગૃહ ઉદ્યોગના શાહી મુખવાસનું સેમ્પલ સબ સ્ટાન્ડર્ડ આવતા ૧૦,૦૦૦ નો દંડ કરાયો હતો. ઉપરાંત ધાનેરાની વિરાત્રા કરિયાણા સ્ટોર્સમાંથી લુઝ મરચા પાવડર નું સેમ્પલ સબ સ્ટાન્ડર્ડ આવતા ૨૫ હજારનો દંડ કરાયો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.