ધાનેરાના મગરાવા ગામે ખોરાકી ઝેરના કારણે ૧૧ પશુઓના મોત

બનાસકાંઠા
બનાસકાંઠા 7065

રખેવાળ ન્યુઝ ધાનેરા : ધાનેરા તાલુકાના મગરાવા ગામના પ્રકાશભાઈ તલસાભાઈ પટેલ કે જેઓ પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમના પરિવાર સમાં ૧૧ જેટલા પશુઓના મોત નિપજતા આ પશુપાલકને ૫ લાખ જેટલું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
પોતાના નિત્ય ક્રમ પ્રમાણે ગઈકાલે સવારે પશુપાલકે પોતાના પશુઓને રાત્રીના સમય મૂકેલું દાણ આપ્યું હતું. પશુ દાણ આરોગતાજ માત્ર ૩૦ મિનિટમાં પશુઓ તડપવા લાગ્યા હતા અને જોત જોતામાં ૧૧ જેટલા પશુઓના મોત થઈ ગયા હતા.પશુપાલક પ્રકાશભાઈ પાસે કુલ ૧૩ જેટલા પશુ હતા. જેમાંથી ૧૧ જેટલા નાના મોટા પશુઓના મોત થયા છે.પશુપાલકે હાલ તો તમામ પશુઓને દફનાવી દીધા છે. આ મામલે પશુઓનું પોસ્મોટમ પણ કરાયું નથી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.